અત્યાધુનિક પોલીસ: ગુજરાતમાં સૌપ્રથમવાર સેટેલાઇટ ઇમેજથી જુગારધામ પર દરોડા
સુરતમાં પોલીસ દ્વારા જુગારધામ પર પાડવામાં આવેલા દરોડામાં મોટા માથાઓની સંડોવણીની આશંકાને પગલે પોલીસ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કર્યો હતો. ગાંધીનગર મહિલા અધિકારી દ્વારા દરેકે દરેક મીટરની માહિતીનું બ્રિફિંગ સતત તેમની ટીમને આપી રહ્યા હતા. તેઓ સેટેલાઇટ દ્વારા સતત મોનિટરિંગ કરી રહ્યા હતા.
ગાંધીનગર : સુરતમાં પોલીસ દ્વારા જુગારધામ પર પાડવામાં આવેલા દરોડામાં મોટા માથાઓની સંડોવણીની આશંકાને પગલે પોલીસ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કર્યો હતો. ગાંધીનગર મહિલા અધિકારી દ્વારા દરેકે દરેક મીટરની માહિતીનું બ્રિફિંગ સતત તેમની ટીમને આપી રહ્યા હતા. તેઓ સેટેલાઇટ દ્વારા સતત મોનિટરિંગ કરી રહ્યા હતા.
કોરોના પોઝિટિવ દર્દીઓને કથળતી મન:સ્થિતિને મજબુત કરવા પુસ્તકોનો અનોખો પ્રયોગ
તો બીજી તરફ લોકડાઉન અને જુગારધામ કન્ટેઇનમેન્ટ ઝોન હોવા છતા ચાલી રહેલા જુગાર ધામને પકડવા માટે પોલીસે વેશપલ્ટો કરવો પડયો હતો. તેઓએ પહેલા જુગારધામની ગતિવિધિઓને તપાસી હતી. જો કે કન્ટેઇનમેન્ટ ઝોન હોવાનાં કારણે પોલીસને દરોડો પાડવામાં અનેક મુશ્કેલીઓ પડી હતી. જેના કારણે જુગારધામ ચલાવતા આસીફ ગાંડો ભાગી છુટવામાં સફળ રહ્યો હતો.
કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં તોફાન કરતા પોલીસે આગવી ઢબે 'સારવાર' કરી
સમગ્ર ઓપરેશનને મહિલા અધિકારીની દેખરેખમાં પુરૂ પડાયું
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જો કે મોટા પ્રમાણમાં જુગારીઓની સંખ્યાને જોતા સ્થાનિક પોલીસ અને સ્ટાફની મદદ પણ લેવામાં આવી હતી. જો કે આ સમગ્ર ઓપરેશન એક મહિલા અધિકારીનાં નેજા હેઠળ પુરૂ કરવામાં આવ્યું હતું. મહિલા અધિકારીએ પોતે વેશ પલ્ટો કરીને ઓછામાં ઓછા 2 દિવસ સુધી સ્થળની રેકી કરી હતી. ભાગી છુટવાના પોઇન્ટ સહિતની તમામ બાબતોની પાક્કી માહિતી લેવામાં આવી હતી. જો કે વિસ્તારની સેન્સિટિવિટી જોતા 2-5ના સ્ટાફ સાથે રેડ શક્ય નહોતી. જેથી પોલીસે સ્થાનિક પોલીસની મદદ પણ લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube