ઝી બ્યુરો/સુરત: શહેરમાં ગુન્હાખોરી અટકાવવા માટે સુરત પોલીસ વધુ 108 જેટલી વધુ આધુનિક સુવિધાથી સજજ મોડી ફાઇડ બાઈકો ગૃહમંત્રીના હસ્તે સુરત પોલીસને અર્પણ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત પોલીસ કમિસનર ઓફીસ ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગુહમંત્રી હર્ષ સંઘવી સુરત પોલીસ આપવામાં આવેલ મોડી ફાઈડ બાઇકો ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. કુલ 108 જેટલી બાઈકો મોડી ફાયડ કરવામાં આવી હતી. આ ગાડીયો મહિલા માટે મોપેટ અને પુરૂષો માટે આપવામાં આવેલ બાઇક ગુના ખોરી ડામવા માટે આપવામાં આવી છે. 


ગાંધીનગરમાં સરકારી આવાસ ખૂંટી પડ્યા, નવા કર્મચારીઓ માટે એક પણ ઘર ખાલી નથી


જોકે શહેરમાં વધતા ચેઈન સ્નેચિગ તેમજ ચિલ ઝડપ સહિતના ગુનાને અટકાવવા માટે સુરત પોલીસને હવે આધુનિક ટેકનલોજી વાળી બાઇકો અર્પણ કરવામાં આવી છે. આ બાઈકો પર પોલીસ કર્મીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરશે અને ગુન્હાખોરી કરનાર ઈસમો પર બાજ નજર રાખવામાં આવશે. 


M.S.DHONI આ મેચ પછી IPLમાંથી લેશે નિવૃત્તિ? CSK અધિકારીએ આપી મોટી Update


આ મોડી ફાઇડ બાઈકની ખાસિયતની વાત કરીએ તો આ બાઈકમાં સાયરન આપવામાં આવ્યું છે. સાથે એક કિલો મીટર દૂર સુધી જોઈ શકાય તેવી લાઈટ પણ મુકવામાં આવી છે. અગાઉ 80 બાઈકો મોડી ફાઈડ કરાઈ હતી. હાલમાં વધારાની 108 બાઈક મોડી ફાઇડ કરીને પોલીસને આપવામાં આવી છે. હવે સુરત શહેરમાં કુલ 184 જેટલી બાઇક શહેરના રસ્તાઓ પેટ્રોલીંગ કરશે.