નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતલક્ષી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે ખેડૂતો (Farmer) માટે પાક વીમો મરજિયાત કરવામાં આવ્યો છે. મોદી સરકારના આ મહત્વના નિર્ણયથી મેહસાણા જીલ્લાના ખેડૂતો (Farmer)માં ખુશી જોવા મળી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયને મહેસાણા જીલ્લાના ખેડૂતો (Farmer)એ આવકાર્યો હતો. ખેડૂતો (Farmer) સાથે વાત કરતા આ નિર્ણયથી ખેડૂતો (Farmer) પાક વીમો લેતા ખેડૂતો (Farmer) વીમા કંપનીના મનસ્વી વર્તનથી કંટાળી ગયા હોવાનું જણાવ્યું હતું. હજુ સુધી વીમા કંપનીઓ દ્વારા તેમને કોઈ પણ પ્રકારનું વળતર હજુ સુધી નહી મળ્યું હોવાનું જણાવ્યું હતું. હવે કેન્દ્ર સરકારે જે આ પાકવીમો મરજિયાત કરવાનો નિર્ણય લેતા જ ખેડૂતો (Farmer)માં ખુશી જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનથી પાકિસ્તાન શંકાસ્પદ સામાન લઇ જઇ રહેલ જહાજનો સામાન સીલ કરાયો
વડાપ્રધાન નરેંદ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં મંત્રીમંડળ (Cabinet Meeting)એ ખેડૂતો (Farmer)ને મોટી ભેટ આપી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વિમા યોજના (Pradhan Mantri Fasal Bima Yojana)ને હવે સ્વૈછિક બનાવી દીધી છે. આ ઉપરાંત નોર્થ ઇસ્ટના ખેડૂતો (Farmer) માટે ફસલ પાક વિમાનું 90 ટકા પ્રીમિયમ સરકાર આપશે. તો બીજી તરફ કેબિનેટે વ્યાજ સહાયતા યોજના (Interest Subvention Scheme)માં લાભને 2 ટકાથી વધારીને 2.5 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી 95 લાખ ડેરી ખેડૂતો (Farmer)ને લાભ થશે. કેબિનેટ બેઠક પુરી થયા બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોંન્ફ્રેંસમાં આ જાણકારી આપી હતી. 


નમસ્તે ટ્રમ્પ: મેટ્રો કામગીરીને લીધે ટ્રમ્પના રૂટમાં અચાનક કરાયો ફેરફાર, જાણો નવો રૂટ
5.5 કરોડ ખેડૂતોને ફસલ વીમાનો ઉઠાવ્યો ફાયદો
પત્રકાર પરિષદમાં કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરે કહ્યું કે 'વડાપ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી વડાપ્રધાન ફસલ બીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ ઉઠાવ્યો છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ કુલ 13,000 કરોડ રૂપિયાનો વિમો થયો. તેમાંથી 7 હજાર કરોડ રૂપિયા ક્લેમના રૂપમાં આપવામાં આવ્યા છે. ખેડૂતો માટે ઘના હિતૈષી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. મંત્રીમંડળે ફસલ વીમા યોજનામાં ફેરફારને મંજૂરી આપી, તેને ખેડૂતો માટે સ્વૈચ્છિક બનાવવામાં આવી.


નમસ્તે ટ્રમ્પ : જો તમે પણ કાર્યક્રમમાં જવા માંગો છો તે આ સમાચાર ખાસ તમારા માટે !
કૃષિ મંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રીમિયમનો 50-50 ટકા યોગદાન આપે છે. પરંતુ નોર્થ ઇસ્ટના ખેડૂતો માટે સરકારે મોટું પગલું ભર્યું છે. અહીં ફસલ વીમા પ્રીમિયમમાં 90 યોગદાન કેંદ્ર અને 10 ટકા રાજ્યનો રહેશે. આ ઉપરાંત 3 ટકા યોજનાની રકમ વહિવટીતંત્ર વ્યવસ્થા પર રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube