Loksabha Election 2024: રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપેલું એક નિવેદન તેમને ખુબ જ ભારે પડી રહ્યું છે. એક સમાજ વિશે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે વિરોધનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ ફરિયાદ દાખલ કરવાની માગ પર અડગ છે ત્યાં ફરી ક્યાં ઉઠ્યો આક્રમક વિરોધ? આ મામલો ચૂંટણી પંચમાં પહોંચતાં આ બાબતે ખુલાસો પણ મગાયો છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ ન વકરે માટે આજે પાટીલ રાજકોટ પહોંચ્યા છે. જેઓ આ મામલે સમાધાનની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. ક્ષત્રિય સમાજે ચીમકી આપી છે કે રૂપાલાને બદલો નહીં તો ગુજરાતભરમાં ભાજપ સામે પ્રદર્શન કરીશું. અમારો વિરોધ રૂપાલા સામે છે... ભાજપ આ મામલે સીરિયસ નહીં થાય તો ગુજરાતભરમાં આની અસર થશે. ક્ષત્રિય સમાજે 2 લાખ લોકોનું સંમેલન બોલાવવાની જાહેરાત કરી છે. 


  • ગુજરાતમાં ઘેરાયા પરષોત્તમ રૂપાલા!

  • ક્ષત્રિય સમાજે શરૂ કર્યો આક્રમક વિરોધ

  • રાજ્યભરમાં ક્ષત્રિયો પોતાની માગ પર અડગ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી અને પહેલી વખત રાજકોટથી લોકસભા લડી રહેલા પરષોત્તમ રૂપાલાને તેમનું એક નિવેદન બહુ ભારે પડી રહ્યું છે. એટલું ભારે કે માફી માગ્યા છતાં પણ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ વિશે તેમણે કરેલી ટીપ્પણીથી સમાજ એટલો નારાજ થયો છે કે રૂપાલા સામે ફરિયાદ દાખલ કરવાની માગ પર અડગ છે. સમગ્ર ગુજરાતમાં ઉઠેલો વિરોધનો આ વંટોળ બનાસકાંઠામાં પણ જોવા મળ્યો. દાંતીવાડામાં ક્ષત્રિય સમાજને મામલતદારને આવેદનપત્ર આપી ગુનો દાખલ કરવાની માગ કરી. 


શું રૂપાલા સામે નોંધાશે ફરિયાદ?


  • ગુજરાતમાં ઘેરાયા પરષોત્તમ રૂપાલા!

  • ક્ષત્રિય સમાજે શરૂ કર્યો આક્રમક વિરોધ

  • રાજ્યભરમાં ક્ષત્રિયો પોતાની માગ પર અડગ

  • માફી માગ્યા બાદ પણ ક્ષત્રિયો માનવા તૈયાર નહીં

  • ચૂંટણી પંચમાં નોંધાઈ રૂપાલા સામે ફરિયાદ 


તો આ પહેલા ગાંધીનગરમાં રૂપાલા સામે વિરોધ જોવા મળ્યો હતો. યુવા ક્ષત્રિય વિકાસ સંગઠને દેહગામમાં પોલીસમાં અરજી આપી હતી. આપને જણાવી દઈએ કે રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેના પર તેમણે માફી પણ માગી લીધી છે. તો ચૂંટણી પંચમાં પણ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ ક્ષત્રિય સમાજ ફરિયાદ સિવાય માનવા તૈયાર હોય તેમ લાગતું નથી. ત્યારે જોવાનું રહેશે કે આગળ શું થાય છે.


પાટીલનું ડેમેજ કન્ટ્રોલ
આજે સીઆર પાટીલ રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને રૂપાલા મામલે ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું લાગે છે કે રાજપૂત સમાજ લડી લેવાના મૂડમાં છે અને રૂપાલાને બદલીને જ રહેશે. રાજકોટમાં સીઆર પાટીલે ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. આ બાદ પાટીલે કહ્યું કે, આ વિવાદનું નિરાકરણ ટૂંક સમયમાં આવી જશે. એક-બે દિવસમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. 


રાજપૂત સમાજ રૂપાલાને ક્યારેય માફ નહીં કરે
અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. જેમાં રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે. બેઠક બાદ ક્ષત્રિય સમાજે કહ્યું કે, અમારે ભાજપ સાથે કોઈ વાંધો નથી. પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર પદેથી દૂર કરવા અમારી માંગ છે. રૂપાલાના સ્થાને અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપો. રૂપાલા નહીં બદલાય તો ભાજપને પરિણામ ભોગવવું પડશે. અમે રૂપાલા સામે એક તરફી મતદાન કરીશું. દરેક જિલ્લામાં રૂપાલાના પૂતળાનું દહન કરાશે. રાજપૂત સમાજ રૂપાલાને ક્યારેય માફ નહીં કરે. 


90 સંસ્થાના આગેવાન હાજર રહ્યાં
સમાજના વીરભદ્ર સિંહ જાડેજાએ કહ્યું કે, રૂપાલાને ઉમેદવાર રાખશો તો પરિણામ બદલવાની અમારી તાકાત છે. રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. રૂપાલા એક માત્ર ટાર્ગેટ છે. બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપશે તો અમે તેની સાથે રહીશું. આ અમારી ઈજ્જત પર વાર છે. સમાજ તેમને માફ નહિ કરે. અમે 26 બેઠકોમાં ક્ષત્રિય સમાજને ટિકિટની માંગ મૂકી હતી. સમાજ કરતા રૂપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. આ બેઠકમાં 90 સંસ્થાના આગેવાનો હાજર રહ્યાં. ટૂંક સમયમાં રાજકોટમાં મહાસંમેલન યોજાશે.