અમદાવાદ : લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સોમવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સવર્ણ જાતીઓને 10 ટકા જાતીઓનો 10 ટકા અનામત લેવામાં આવ્યો છે. આ અનામત આર્થિક સ્વરૂપે નબળા સવર્ણોને આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, SC/ST એક્ટ મુદ્દે જે પ્રકારે સરકારે જે પ્રકારે સરકારે મોદી સરકારે સુપ્રીમ કોર્ટનો ચુકાદા પર અધ્યાદેશ લાવી દીધો હતો. જેનાં કારણે સવર્ણો ખુબ જ પરેશાન હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય બાદ હવે કેન્દ્ર સરકાર પણ લોલીપોપ આપી: હાર્દિક પટેલ
જો કે આ નિર્ણય સામે આવ્યા બાદ અનામતના નામે લડત ચલાવનારા વિવિધ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. આ અંગે જણાવતા પાટીદાર અનામત આંદોલનનાં પ્રણેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, આ એક રાજકીય નિર્ણય છે. આ પ્રકારની અનામત સંવૈધાનિક રીતે શક્ય નથી. આ માત્ર લોલીપોપ છે. આ માત્ર લોકસભાની ચૂંટણીલક્ષી નિર્ણય છે. માટે સરકારે જે કર્યું તે અયોગ્ય છે. 


કોંગ્રેસ આઝાદીનાં આટલા વર્ષોમાં ન કરી શકી તે ભાજપે કરી દેખાડ્યું: ઋત્વીજ પટેલ
આ અંગે ભાજપ યુવા મોરચાનાં નેતા ઋત્વીજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ ખુબ જ અભુતપુર્વ અને ઐતિહાસિક ચુકાદો છે. કોંગ્રેસ માટે આ એક મોટો તમાચો છે. તેમણે અનામતનાં નામે માત્ર રાજનીતિ જ કરી છે. જ્યારે ભાજપની સરકારે સવર્ણોનો મુદ્દો ઉઠાવ્યો અને તેમને ન્યાય પણ આપ્યો. 


જે શક્ય જ નથી તે વસ્તુ અંગે પ્રતિક્રિયા કઇ રીતે આપી શકાય: અલ્પેશ કથિરિયા


આ અંગે પ્રતિક્રિયા આપતા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે, આર્થિક અનામત સંવૈધાનિક રીતે શક્ય નથી. ત્યારે સરકારે આ નિર્ણય કઇ રીતે લીધો તે એક મોટો સવાલ છે. આ માત્ર અને માત્ર ચૂંટણી લક્ષી નિર્ણય છે. જો કદાચ ખરડો પણ લાવે તો તે પાસ થાય અને તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થાય અને ગેઝેટમાં પ્રસિદ્ધ થાય તેમાં 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ત્યાં સુધીમાં 2019ની લોકસભા ચૂંટણી જતી રહે અને મોદી સરકાર ફરી એકવાર સત્તામાં આવી જાય. ત્યાર બાદ આ મુદ્દાને લટકાવી દેવામાં આવશે. 


સંવૈધાનિક રીતે જ માત્ર જાતીગત અનામત શક્ય છે આર્થિક રીતે અનામતનો ઉલ્લેખ નથી તેવી સ્થિતીમાં સવર્ણોને કઇ રીતે સરકાર અનામત આપશે તે પણ એક મોટો સંવાલ છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટ પણ અગાઉ ગાઇડ લાઇન આપી ચુકી છે કે 49 ટકાથી વધારે અનામત આપી શકાય નહી. તેવી સ્થિતીમાં કઇ રીતે સરકાર અનામતની જાહેરાત કરી શકે તે પણ સમજાતુ નથી. 

માનવામાં આવી રહ્યું છે કે, મંગળવારે મોદી સરકાર સંવિધાન સંશોધન બિલ સંસદમાં રજુ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે જ સંસદ શીતકાલીન સત્રનો અંતિમ દિવસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે આ અનામત આર્થિક આધાર પર લાવી રહી છે. જેની હાલ તો સંવિધાનમાં વ્યવસ્થા નથી. સંવિધાનમાં જાતીના આધારે અનામતની વ્યવસ્થા છે, એવામાં સરકારને તેને લાગુ કરવા માટે સંવિધાનમાં સંશોધન લાગું કરવું પડશે. સરકારનાં આ નિર્ણયના કારણે લોકસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહી હોવાનું જણાવાઇ રહ્યું છે.