ચેતન પટેલ/ સુરત: લોકસભાની ચુંટણીમાં ઐતિહાસીક જીત મેળવ્યા બાદ આજે નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાનના શપથ લેશે. સમગ્ર દેશ સહિત દુનિયાના લોકોમા ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સુરતના વિધાર્થીઓએ આ ખુશીને અનોખી રીતે ઉજવણી કરી હતી. સામાન્ય રીતે આપણે વેસ્ટેજ કપડા ફેકી દેતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે સુરતની પીપલોદ વિસ્તારમા આવેલા સ્ટર્ચ કોલેજના વિધાર્થીઓ દ્વારા વેસ્ટમાથી બેસ્ટ બનાવ્યુ હતુ. 30 જેટલા વિધાર્થીઓ દ્વારા 6 કલાકની મહેનત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ તૈયાર કરવામા આવી હતી. જે સૌ કોઇનું આકર્ષણ કેન્દ્ર બન્યુ હતુ. બ્લુ અને બ્લેક વેસ્ટેડ કપડા માથી આબેહુબ મોદીની પ્રતિકૃતિ વિધાર્થીઓ દ્વારા બનાવી પોતાનુ હુન્નર લોકો સમક્ષ રજુ કર્યુ હતુ અને આજના દિવસને ખાસ બનાવ્યો હતો.


બીજીવાર વડાપ્રધાન બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદીના પરિવારજનોએ આપ્યો ભાવભીનો સંદેશ



ગુજરાતના નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદ માટે શપથ લેવા જઇ રહ્યા છે. તેના ભાગ રૂપે દેશમાં અનેક સ્થળોએ વડાપ્રધાનના સમર્થનો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. શપથવિધી માટે વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવવા માટે સુરતના વિદ્યાર્થીઓએ વેસ્ટ કપડામાંથી નરેન્દ્ર મોદીની પ્રતિકૃત્રી બનાવામાં આવી હતી.