નવી દિલ્હીઃ Rahul Gandhi Defamation Case: ફરિયાદી પૂર્ણેશ મોદીએ સોમવારે (31 જુલાઈ) 'મોદી સરનેમ' સાથે સંકળાયેલા ફોજદારી માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો. ફરિયાદીએ રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેવાની સુપ્રીમ કોર્ટને માંગ કરી છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસમાં તેમની દોષિત ઠરાવવા પર રોક લગાવવાની માંગ કરી હતી. આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના જવાબમાં કહ્યું- રાહુલ ગાંધીને રાહત આપવાનનો કોઈ આધાર નથી. તેમનું આચરણ ઘમંડભર્યું છે. કારણ વગર એક વર્ગને અપમાનિત કર્યા બાદ તેમણે માફી માંગવાની ના પાડી દીધી. નિચલી અદાલતમાંથી સજા મેળવ્યા બાદ પણ તે આવા નિવેદન આપતા રહ્યાં. માત્ર સંસદનું સભ્યપદ બચાવવા માટે દોષિ ઠેરવવા પર પ્રતિબંધ લગાવવાનો કોઈ આધાર નથી. 


આ પણ વાંચોઃ ક્યારે શરૂ થશે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ? જાણો અંબાલાલ પટેલની નવી આગાહી


SC એ જવાબ દાખલ કરવા માટે આપ્યો હતો 10 દિવસનો સમય
આ પહેલા 21 જુલાઈએ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારનારી રાહુલ ગાંધીની અપીલ પર ગુજરાત સરકાર અને ફરિયાદીને કહ્યું હતું કે તે પોતાનો જવાબ દાખલ કરે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પીકે મિશ્રાની બેંચે ગુજરાત સરકાર અને ફરિયાદી પૂર્ણેશ મોદીને નોટિસ જારી કરતા તેમને એફિડેવિડના માધ્યમથી પોતાનો જવાબ દાખલ કરવા માટે દસ દિવસનો સમય આપ્યો હતો. આ સાથે, કોર્ટે રાહુલની દોષિત ઠેરવવા પર સ્ટે આપવા સંબંધિત મામલાની સુનાવણી 4 ઓગસ્ટે નક્કી કરી છે.


પૂર્ણેશ મોદીની ફરિયાદ પર રાહુલને  મળી હતી સજા
ઉલ્લેખનીય છે કે પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરાયેલા કેસમાં કોંગ્રેસ નેતાને ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ 23 માર્ચે બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી, જેને હાઈકોર્ટે યથાવત રાખી હતી. સજાને કારણે રાહુલ ગાંધીને સંસદનું સભ્યપદ ગુમાવવું પડ્યું હતું. એપ્રિલ 2019 માં, કર્ણાટકના કોલારમાં એક રેલીમાં, રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો અને મોદી અટક પર ટિપ્પણી કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube