અંબાજી મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓના હિતમાં લીધો મોટો નિર્ણય, હવે મોહનથાળનો પ્રસાદ...
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ત્રણ સાઈઝમાં કાગળના પેકિંગમાં મોહનથાળ પ્રસાદનું વેચાણ થતું હતું. પરંતુ આજથી અંબાજી મંદિરમાં એક જ સાઈઝના પોલિમર બોક્સમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ ચાલું કરવામાં આવ્યું છે.
અંબાજી: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર જગ વિખ્યાત છે. હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અંબાજીના મહાપ્રસાદ મોહનથાળનું પેકેટ બદલાયું છે. એટલે કે અંબાજી મંદિરમાં મળતો મોહનથાળનો પ્રસાદ હવે પોલિમર બોક્સમાં મળશે. જેના કારણે બોક્સની કિંમત 100 ગ્રામના 25 રૂપિયા રહેશે. કાગળનાં પેકિંગ બંધ કરી માત્ર 25 રૂપિયામાં દર્શાનાર્થીઓને પેકેટ મળશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ત્રણ સાઈઝમાં કાગળના પેકિંગમાં મોહનથાળ પ્રસાદનું વેચાણ થતું હતું. પરંતુ આજથી અંબાજી મંદિરમાં એક જ સાઈઝના પોલિમર બોક્સમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ ચાલું કરવામાં આવ્યું છે. 100 ગ્રામના પોલિમર બોક્સ પેકેટ જેની કિંમત રૂ. 25 રાખવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ વતી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં વરસાદ ગયો એવું ભૂલથી પણ ના વિચારતા, હવામાન વિભાગે કરી ભયંકર આગાહી!
પોલિમર બોક્સ રિસાઈક્લિંગ હોવાના કારણે પર્યાવરણને પણ કોઈ નુકસાન નહીં થાય તો સાથે સાથે કાગજના બોક્સમાં મોહનથાળનો પ્રસાદ હોવાથી ધી ચૂસી લેવાના કારણે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોલિમર બોક્સમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ ચાલુ કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, મા જગતજનની અંબાનું ધામ અંબાજી વિશ્વભરમાં પ્રખ્યાત છે. મા અંબાના ધામ અંબાજીમાં આમ તો દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો આવે છે, પરંતુ ભાદરવી પૂનમનું અનોખું મહત્વ છે, આ દિવસોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી આવી મા અંબાના ચરણોમાં શીશ નમાવતા હોય છે. સાથે મા અંબાના આશિષરૂપે મહાપ્રસાદ મોહનથાળ મંદિરમાંથી સાથે લઈ જતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube