મહેસાણા : એશિયાનું સૌથી મોટુ માર્કેટિંગ યાર્ડ ઉંઝા આજે ગુરૂવારે લાભ પાંચમના પવિત્ર દિવસે પુન: ધમધમતુ થયું હતું. માર્કેટિંગ યાર્ડ દિવાળી વેકેશનના કારણે તારીખ 12થી 18 નવેમ્બર દરમિયાન બંધ રહ્યું હતું. આજતી વેપારીઓએ પોતાના વેપાર ધંધાની શરૂઆત કરી હતી. જીરૂ, વરિયાળી, ઇસબગુલ સહિતના પાકોમાં મુહર્તના સોદા સાથે વેપારીઓએ ઉત્સાહભર્યા માહોલમાં ધંધા રોજગારનો પ્રારંભ કર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર એશિયામાં પ્રથમ ગણાતા ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશન બાદ આજે ગુરૂવારે વેપારીઓએ મુહર્તના સોદા કર્યા હતા. સવારે 8 વાગ્યે હરાજીનું કામકાજ શરૂ થયું હતું. પ્રથમ દિવસે ખુબ મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ઉમટી પડતા યાર્ડમાં ભારે ભીડ જોવા મળી હતી. હરાજી મોડે સુધી ચાલુ રહી હતી. 

વેપાર ધંધાની શરૂઆત પહેલા પેઢીઓ આગળ જીરૂ, વરિયાળી સહિતના પાકોના ઢગલા કરી તેના પર અબીલ ગુલાલથી સ્વસ્તિક દોરી તેનું અક્ષત વડે વધામણા કર્યા હતા. પેઢીઓનાં દરવાજે આસોપાલવના તોરણ બાંધીને વેપારીઓએ ધંધાની શરૂઆત કરી હતી. આ સાથે વેપારીઓએ નવા વર્ષનાં રામરામ કરીને એક બીજાને મોઢા મીઠા કરાવ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube