ચેતન પટેલ/સુરત :જનજનતા સાથે ચોરી-લૂંટના બનાવો અઢળક બનતા હોય છે. પણ સુરતના પૂર્વ પોલીસ કમિશનર સતીશ શર્મા (Satish Sharma) સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. અજાણ્યા ઈસમ દ્વારા ડિમેટ એકાઉન્ટના પાસવર્ડ ચોરી કરી તેમના એકાઉન્ટમાંથી 4899 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાયું છે. નિવૃત્ત પોલીસ કમિશનર સતીશ શર્માએ આ અંગે સાઇબર ક્રાઇમ (Cyber Crime) બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. 26 ડિસેમ્બર સવારે આશરે 7.15 કલાકે સતીશ શર્માના બેંક બેંક એકાઉન્ટમાંથી આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યારે સતીશ શર્મા સુરતના પોલીસ કમિશનર હતા, ત્યારે નિયમ બહાર પાડ્યો હતો કે 5 લાખથી વધુની છેતરપિંડી જ સાયબર ક્રાઇમમાં નોંધાવવામાં આવશે, ત્યારે તેમની સાથે થયેલી છેતરપિંડી 5000ની પણ નથી. 


રજાઈમાં લપાઈ રહેવુ પડે તેવી કાતિલ ઠંડીના દિવસો ગુજરાતમાં આવ્યા, એકાએક વધ્યું ઠંડીનું જોર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર મામલો હાલ સાયબર ક્રાઈમમાં પહોંચ્યો છે. ખુદ નિવૃત્ત પોલીસ કમિશનરે ફરિયાદ આપી છે કે, તેઓ પીલોદ ઝીંઝર હોટલ સામે આવેલ ફોર સીઝન્સમાં તેઓ રહે છે. ગાંધીનગરના એસબીઆઈ બેંકમાં તેમનું બેંક ખાતુ છે. ગત 26મી ડિસેમ્બરના રોજ સવારે 7.45 કલાકે તેમના ખાતામાંથી 4899નું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ ટ્રાન્ઝેક્શન તેઓએ કર્યુ ન હતું. તેમના મોબાઈલ પર આ ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવ્યો હતો, જેમાં ‘ડો.કાર્ડ એક્સ 412 યુઝ ફોર 4899’ એમ લખ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે, સતીશ શર્મા ચાર મહિના પહેલા સુરતના પોલીસ કમિશનર હતા, હાલ તેઓ નિવૃત્ત થયા છે. રિટાયર્ડમેન્ટ બાદ તેઓ સુરતમાં જ સ્થાયી થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....