મૂળી: દેશ માટે શહીદ થયેલા ગંભીરસિંહ ભુપતસિંહ કાસેલા અને જિલ્લાનાં તમામ જ્ઞાતિનાં શહીદની યાદમાં અને શહિદોને વિરાંજલી અર્પણ કરવા સમસ્ત ટીકર ગામ દ્વારા શહિદી વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજભા ગઢવી સહિતના લોક કલાકારો પર એક યુવાને ખોબલેને ખોબલે રૂપિયાનો વરસાદ કર્યો હતો. શહીદના માનમાં યોજાયેલા કાર્યક્રમમાં તેણે થેલો ભરીને નોટોનો વરસાદ કર્યો હતો. વિરાંજલી કાર્યક્રમમાં લોક ડાયરો શહીદના માનમાં વિરાંજલી કાર્યક્રમ અંતર્ગત લોક ડાયરો યોજાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર: ગુજરાતનાં DGP તરીકે રાકેશ અસ્થાના, આશીષ ભાટીયા અને ઝા વચ્ચે રેસ


આ કાર્યક્રમમાં રાજભા ગઢવી, દેવાયત ખવડ, યોગેશ ગઢવી, જયમંત દવે, ચિથરભાઇ પરમાર સહિતનાં કલાકારોએ વિરરસની વાતો અને સાહિત્ય થકી તરબોળ કર્યા હતાં. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સમાજનાં અગ્રણીઓ અને હોદ્દેદારો સહિત ઉપસ્થિતિ રહ્યા હતા. ઉપરાંત ઉપસ્થિતિ સાધુ સંતોએ સમાજને વ્યસનથી દૂર રહેવા અને એકતા કેળવવા આહવાન કર્યુ હતું. યુવાને સૌનું ધ્યાન ખેંચ્યું પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા મહાવીરસિંહ સિંઘવ નામનો યુવાન પણ આ ડાયરામાં હાજર રહ્યો હતો.


વાહ...યુવતીઓએ આત્મરક્ષણ માટે વનસ્પતિઓમાંથી બનાવ્યાં ઘાતક હથિયારો, જાણીને દંગ રહેશો
તેણે તેના સોશિયલ મીડિયા પેજમાં લખ્યું હતું કે, મારા ભાઈ જેવા મિત્ર શહીદ વીર ગંભીરસિંહ કાસેલાના શહીદી વંદના કાર્યક્રમમાં ટીકર ગામે. તેણે શહીદી વંદનામાં થેલો ભરીને રાજભા ગઢવી સહિતના લોકગાયકો પર નોટોનો વરસાદ કર્યો હતો અને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે ડાયરામાં હાજર રહ્યો ત્યારે તેની એન્ટ્રી પણ ફિલ્મી સ્ટાઈલમાં હતી. ડાયરા સ્થળે ગયો ત્યાં બંદૂકો સાથે તેની સાથે કેટલાક લોકો દેખાય છે. તેની પાસે પણ કમરે એક પિસ્તોલ લટકેલી દેખાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube