Viral Video : ફરી એકવાર લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. બનાસકાંઠાના થરાદમાં નાંણદેવી માતાની વાવના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોતસ્વ અને નવચંડી યજ્ઞ નિમિતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની કોયલ કહેવાતા ગીતા રબારીના ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. જોતજોતામાં રૂપિયાનો ઢગલો થઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીતા રબારીએ તેના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. થરાદમાં માતાજીના ભક્તો અને દાતાઓ દ્વારા ગીતા રબારી પર નોટો ઉડાવવામાં આવી હતી. 


પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પાણીમાં બેસી ગયો, કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા



થરાદમાં આયોજીત ભવ્ય લોક ડાયરમાં આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા અને ગીતા રબારીના સુરીલા ભજન અને ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. કોઇપણ પ્રસંગે ડાયરાનું અવારનવાર આયોજન થતું રહે છે. જેમાં અનેક કલાકારો હાજરી આપતા હોય છે. લોકો કલાકારો પર રૂપિયાનો વરસાદ પણ કરતા હોય છે. ત્યારે થરાદમાં ગીતા રબારીના ભજન પર લોકોએ રૂપિયાનો વરસાદ કરી નાંખ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 


ગુજરાત સરકારના દાવા પોકળ નીકળ્યા, 3 વર્ષમાં એટલા કોમી છમકલા થયા કે ગુજરાતની છબી બગડી