ડાયરામાં રિવાબા પર રૂપિયાનો વરસાદ, 2000 રૂપિયાની નોટ ઉડતા કીર્તિદાને ભક્તોને કરી ટકોર
Money Shower In Dayro : જામનગરમા યોજાયેલ લોક ડાયરામાં 2000ની ચલણી નોટો અને ડોલર પાઉન્ડનો થયો વરસાદ... કિર્તીદાનને કરી ટકોર બેંકમાં જમા કરો....
Kirtidan Gadhvi Dayro Jamnagar News મુસ્તાક દલ/જામનગર : જામનગરમાં વીર મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિત્તે પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા જામનગરમાં પદમ હોટલ ખાતે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં લોક ગાયક કિર્તીદાન ગઢવી પર ડોલર, પાઉન્ડ અને ભારતીય ચલણી નોટોનો વરસાદ થયો હતો. ડોલર અને 2000ની ચલણી નોટોનો વરસાદ ધારાસભ્ય કાંધલ જાડેજા અને બિલ્ડર મેરામણ પરમાર કરવામાં આવ્યો હતો. તો કાર્યક્રમમાં હાજર રહેલા જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પર પણ રૂપિયાનો વરસાદ થયો હતો. જોકે, ડાયરામાં 2000 રૂપિયાની નોટો આવતા કિર્તીદાન ગઢવીએ લોકોને ટકોર કરી હતી કે, નોટોને બેંકમાં જમા કરાવો.
જામનગર અને દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા 484મી મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદમ હોટલ ખાતે યોજાયેલ ભવ્ય લોક ડાયરામાં મોટી સંખ્યામાં જામનગરવાસીઓ ઉમટીયા હતા અને મહેમાનો પણ દૂર દૂરથી ડાયરામાં આવ્યા હતા. ડાયરામાં લોકગાયકા કિંજલ દવે અને હાસ્ય કલાકાર માયાભાઈ આહીર પણ રમઝટ બોલાવી હતી. તો સાથે જ કીર્તિદાન ગઢવીના સૂરો પર ઢગલાબંધ રૂપિયાનો વરસાદ થયો હતો. તો લોકોએ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, પૂર્વ રાજ્ય મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રીવાબા જાડેજા પર રૂપિયાનો વરસાદ થયો હતો.
ગુજરાતમાં સરકારી નોકરીની નવી તક : આચાર્ય પદ માટે કુલ 1900 જગ્યાઓ માટે ભરતી નીકળી
અમેરિકામાં પાટીદારોનું સપનું પૂરુ થયું : મા ઉમિયાનું ભવ્ય મંદિર ખુલ્લુ મૂકાયું
ઉલ્લેખનીય છે કે, કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થવો કોઈ નવી વાત નથી. ડાયરામાં આરબીઆઈ દ્વારા ચલણમાં બંધ કરાયેલી 2000 રૂપિયાની નોટ પણ ઉછાળવામાં આવી હતી. તેથી કીર્તિદાને કાર્યક્રમની વચ્ચે લોકોને ટકોર કરી હતી.
ડાયરામાં ઉછળી બંધ થયેલી 2000 રૂપિયાની નોટ
લોક ગાયક કિર્તીદાન ગઢવીએ ચાલુ ડાયરામાં કહ્યું હતું કે આ ચલણી 2000ની જે નોટ છે તે નોટો બેંકમાં જમા કરો ડાયરામાં ઉડાડો નહીં. કારણ કે 2000ની નોટ ચલણમાં બંધ થઈ છે.
SSC Exam Result: ધોરણ-10ના પરિણામની આવી ગઈ તારીખ, આ દિવસે થશે જાહેર