ગાંધીનગર: રાજ્યમાં ચોમાસું હવે હળવે હળવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. વરસાદ પણ ધીમી ધારે કયાંક કયાંક વરસે છે. રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૩.૮૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત રીજીયનમાં ૯૪.૭૯ ટકા અને સૌથી ઓછો કચ્છ રીજીયનમાં ૨૬.૫૧ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૪૨.૯૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૨.૨૦ ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૬.૮૩ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતા અહેવાલો મુજબ આજે તા.૧૪/૦૯/૨૦૧૮ સુધીમાં રાજ્યના આણંદ, ગીર-સોમનાથ, ભરૂચ, નવસારી અને વલસાડ મળી કુલ પાંચ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે. સૌથી વધુ ગીર-સોમનાથ જિલ્લામાં ૧૩૯.૮૫ ટકા અને સૌથી ઓછો કચ્છ જિલ્લામાં ૨૬.૫૧ ટકા વરસાદ નોંધાયો છે. ઉપરાંત આણંદ જિલ્લામાં ૧૦૧.૮૦ ટકા, ભરૂચમાં ૧૦૧.૮૪ ટકા, નવસારીમાં ૧૦૯.૭૮ ટકા અને વલસાડ જિલ્લામાં ૧૦૧.૮૦ ટકા સરેરાશ વરસાદ થયો છે.


આ ઉપરાંત રાજ્યના ૩૪ તાલુકાઓ  એવા છે કે, જ્યાં ૧૦૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે. જેમા સૌથી વધુ કોડીનાર તાલુકામાં ૧૬૪.૩૭ ટકા અને સૌથી ઓછો લખપત તાલુકામાં ૩.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. 


જ્યારે આણંદ તાલુકામાં ૧૨૧.૪૩ ટકા, બોરસદમાં ૧૦૮.૯૧ ટકા, ખંભાતમાં ૧૦૪.૪૬ ટકા, પેટલાદમાં ૧૦૯.૯૦ ટકા, સોજીત્રામાં ૧૦૪.૮૫ ટકા, તારાપુરમાં ૧૧૦.૮૮ ટકા, માળીયામાં ૧૩૫.૨૫ ટકા, મેંદરડામાં ૧૩૨.૨૫ ટકા, ગીર-ગઢડામાં ૧૫૮.૨૫ ટકા, સુત્રાપાડામાં ૧૪૫.૪૮ ટકા, તલાલામાં ૧૦૫.૮૭ ટકા, ઉનામાં ૧૫૫.૮૧ ટકા, વેરાવળમાં ૧૧૩.૫૭ ટકા, જાફરાબાદમાં ૧૪૨.૬૭ ટકા, રાજુલામાં ૧૧૯.૭૮ ટકા, અંકલેશ્વરમાં ૧૩૩.૩૯ ટકા, મહુવામાં ૧૧૯.૬૨ ટકા, નેત્રંગમાં ૧૩૨.૩૭ ટકા, વાલીયામાં ૧૪૪.૬૨ ટકા, તળાજામાં ૧૦૯.૪૭ ટકા, વાલોડમાં ૧૦૬.૬૨ ટકા, ડોલવણમાં ૧૧૩.૬૫ ટકા, બારડોલીમાં ૧૦૧.૬૫ ટકા, માંગરોળમાં ૧૨૭.૬૩ ટકા, ચીખલીમાં ૧૧૩.૯૧ ટકા, ગણદેવીમાં ૧૦૩.૩૧ ટકા, ખેરગામમાં ૧૨૫.૩૭ ટકા, નવસારીમાં ૧૦૨.૬૭ ટકા, વાંસદામાં ૧૧૩.૮૪ ટકા, ઉમરગામમાં ૧૨૦.૭૫ ટકા, વસલાડમાં ૧૧૨.૫૪ ટકા અને વઘઇમાં ૧૪૧.૫૭ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. 


રાજ્યના ૩૩ જિલ્લાઆોમાં સરેરશ વરસાદની વિગતો જોઇએ તો કચ્છ જિલ્લામાં ૨૬.૫૧ ટકા, પાટણમાં ૩૦.૫૯ ટકા, બનાસકાંઠામાં ૩૩.૦૬ ટકા, મહેસાણામાં ૩૩.૮૨ ટકા, સાબરકાંઠામાં ૫૮.૧૨ ટકા, અરવલ્લીમાં ૬૭.૭૮ ટકા, ગાંધીનગરમાં ૩૯.૩૩ ટકા, અમદાવાદમાં ૩૯.૪૩ ટકા, ખેડામાં ૬૭.૭૦ ટકા, આણંદમાં ૧૦૧.૮૦ ટકા, વડોદરામાં ૫૮.૪૮ ટકા, છોટાઉદેપુરમાં ૬૭.૧૬ ટકા, પંચમહાલમાં ૭૮.૧૫ ટકા,  મહીસાગરમાં ૫૬.૫૦ ટકા, દાહોદમાં ૬૭.૧૬ ટકા, સુરેન્દ્રનગરમાં ૪૧.૯૮ ટકા, રાજકોટમાં ૫૪.૭૨ ટકા, મોરબીમાં ૪૩.૪૦ ટકા, પોરબંદરમાં ૬૦.૫૮ ટકા, જૂનાગઢમાં ૯૧.૭૦ ટકા, ગીર-સમોનાથમાં ૧૩૯.૮૫ ટકા, અમરેલીમાં ૭૬.૫૩ ટકા, ભાવનગરમાં ૫૫.૫૫ ટકા, બોટાદમાં ૬૧.૬૨ ટકા, ભરૂચમાં ૧૦૧.૮૪ ટકા, નર્મદામાં ૬૬.૧૨ ટકા, તાપીમાં ૮૫.૯૯ ટકા, સુરતમાં ૯૦.૭૮ ટકા, નવસારીમાં ૧૦૯.૭૮ ટકા, વલસાડમાં ૧૦૧.૬૯ ટકા અને ડાંગમાં ૯૩.૧૦ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.