અર્પણ કાયદાવાલા/અમદાવાદ :રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ સુધી ચોમાસું આવી ચૂક્યું છે. ત્યારે વલસાડના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી 30 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ચોમાસાનો 6 દિવસ પૂર્વે પ્રવેશ થઈ ગયો છે. આજે સવારથી જ વલસાડમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જોકે, આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વલસાડ અને નવસારી સહિત દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 3 દિવસ અન્ય વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ દરમ્યાન માછીમારો માટે ચેતવણી અપાઈ છે. 30 જૂન સુધીમાં સમગ્ર રાજયમાં ચોમાસુ સક્રિય થઈ શકે. 


તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. વલસાડ, વાપી, પારડી, કપરાડા, ધરમપુર અને ઉમરગામ તાલુકામાં વરસાદ તૂટી પડ્યો છે. સવારના 6 થી 12 ના વરસાદી આંકડાની વાત કરીએ તો...


  • વલસાડ 4 mm

  • વાપી 13 mm

  • ઉમરગામ 6mm 

  • પારડી 15mm

  • ધરમપુર 15 mm

  • કપરાડા 51mm


સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે, વાવણીલાયક વરસાદથી ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો નદીઓમાં નવા નીરનું આગમન થયું છે.