• ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણી ગુજરાતના કાંઠે ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું

  • ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્પણ કાયદાવાલા/અમદવાદ :ગુજરાતમાં ચોમાસુ વધુ આગળ વધ્યું છે. વલસાડથી આગળ વધી સુરત સુધી ચોમાસું પહોચી ગયું છે. ત્યારે આવતીકાલે અને પરમદિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના અન્ય ભાગમાં હાલ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. 


30 જૂન સુધીમાં રાજ્યભરમાં ચોમાસુ સક્રિય થઈ શકે છે તેવુ મેટ ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિક વિજીન લાલે જણાવ્યું. દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. મુંબઈના દરિયામાં સાંજે 4 વાગ્યાની આસપાસ હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. તો સાથે જ ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. 


આ પણ વાંચો : સ્કૂલ ફી અને રથયાત્રા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન


દક્ષિણી ગુજરાતના કાંઠે ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું છે. જેના પગલે કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલાંગાના, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. 


ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે માછીમારોની દરિયો ન ખેડવાની સૂચના આપી છે. કારણ કે, આગામી પાંચ દિવસ દરિયો તોફાની બની રહેશે. હવાની ગતિ 60 કિમી સુધી પહોંચશે. સાઉથ વેસ્ટ ડિરેક્શનમાંથી પવનની ગતિ ભારે બની રહેશે. તેમજ દરિયામાંથી ઊંચા મોજા પણ ઉછળશે. 


આ પણ વાંચો : સુરત : સગીર પ્રેમિકા સાથે પ્રેમીએ 60 ફૂટ ઊંચા પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી, બંનેના મોત


તો બીજી તરફ, ભાવનગર શહેરમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ભાવનગરમાં પ્રથમ વરસાદ થયો હતો. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના અમુક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થતાં લોકો ખુશ ખુશાલ જોવા મળ્યા. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી.