અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અસહ્ય બફારા અને ગરમી વચ્ચે વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આગામી 28 અને 29 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદના આગાહી કરવામા આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા : શહીદ આરીફ પઠાણના અંતિમ દર્શનમાં હજારો લોકો પહોંચ્યા, વ્હાલસોયા દીકરાનો મૃતદેહ જોઈ પિતા ભાંગી પડ્યા..


રાજ્ય વરસાદી માહોલ છવાયેલો છે. તેમ છતાં વાતાવરણમાં અસહ્ય બફારો છે. વરસાદ વરસી રહ્યો નથી, જેને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા હવામાન વિભાગે જગાવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ, બંગાળના દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થવાનું છે. ત્યારે 28 થી 29 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ફેમસ આઈસ્ક્રીમ બ્રાન્ડ વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન રાજેશ ગાંધીએ આપ્યું રાજીનામુ


ઉલ્લેખનીય છે કે, ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વરસવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આગામી 48 કલાક માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અહીં વરસાદની સાથે તેજ તોફાનની પણ ચેતવણી આપવામાં આવી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :