Gujarat Monsoon Updates: ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદે હાહાકાર મચાવ્યો છે. રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. ચારેતરફ બસ પાણી જ ભરાયેલા છે. તમે પણ ટ્રેન કે બસમાં જવાની કોશિષ કરશો તો ભરાઈ જશો. રાજ્યમાં 50 કરતાં વધારે ટ્રેન અને ગુજરાત એસટીની 4531 ટ્રીપો રદ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે. આજે વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે. ગુજરાતમાં તમે હાલમાં આવવા માગતો હો તો આવવાનું ટાળી દો... ભારે વરસાદને કારણે જબરદસ્ત ખરાબ હાલત છે. એસટી બસો અને ટ્રેન મળવી જ મુશ્કેલ છે. રોડ રસ્તાઓ પણ બંધ હોવાથી સરકારે જ્યાં હો તો રહોની ચેતવણી આપી છે. લોકોને ફરવા જવા માટે સાફ મનાઈ ફરમાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદે ભારે ખાનાખરાબી સર્જી છે. જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો 24 કલાકમાં દ્વારકામાં દ્વારકા અને જામનગરમાં બારે મેઘ ખાંગા થયા છે. જામખંભાળિયામાં આખી રાત મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. સવારે છ વાગ્યા સુધીમાં 18.5 જ્યારે જામનગરમાં 15.5 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જામજોધપુર અને લાલપુરમાં તાલુકામાં 13-13 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 12 ઇંચ, ભાણવડમાં 10.5 ઇંચ, કલ્યાણપુરમાં 10.5, દ્વારકામાં 10 ઇંચ, લોધીકામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે.


ગુજરાતમાં જળસંકટ વચ્ચે બહાર નીકળતા પહેલા આ ચોક્કસથી જાણી લો...
 



 


વડોદરા ડિવિઝનમાં પાણી ભરાવાને કારણે 28.08.2024ની નીચેની ટ્રેનો રદ કરવામાં આવી છે:


12934/12933 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
09316 અમદાવાદ - વડોદરા મેમુ સ્પેશિયલ
82902/82901 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ તેજસ એક્સપ્રેસ
22962/22961 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ
12009/12010 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ - મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ
19015 દાદર - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
22954 અમદાવાદ - મુંબઈ મધ્ય ગુજરાત એસએફ એક્સપ્રેસ
20947/20950 અમદાવાદ - એકતા નગર - અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ
09399 આણંદ - અમદાવાદ મેમુ સ્પેશિયલ
09328 અમદાવાદ - વડોદરા મેમુ
09391 વડોદરા - ગોધરા મેમુ
19036 અમદાવાદ - વડોદરા ઇન્ટરસિટી એક્સ.
09495/09496 વડોદરા - અમદાવાદ - વડોદરા પેસેન્જર સ્પેશિયલ
09392 ગોધરા - વડોદરા  મેમુ સ્પેશિયલ
09273 વડોદરા - અમદાવાદ  મેમુ સ્પેશિયલ
09312 અમદાવાદ - વડોદરા  મેમુ સ્પેશિયલ
09327 વડોદરા - અમદાવાદ  મેમુ સ્પેશિયલ
09311 વડોદરા - અમદાવાદ  મેમુ સ્પેશિયલ
09400 અમદાવાદ - આણંદ  મેમુ સ્પેશિયલ
09318 આણંદ - વડોદરા  મેમુ સ્પેશિયલ
09300 આણંદ - ભરૂચ  મેમુ સ્પેશિયલ
09315 વડોદરા - અમદાવાદ  મેમુ સ્પેશિયલ
09274 અમદાવાદ - આણંદ  મેમુ સ્પેશિયલ
09280 મથુરા - બયાના  મેમુ સ્પેશિયલ
09277 બાયના - યમુના બ્રિજ આગ્રા  મેમુ સ્પેશિયલ
09278 યમુના બ્રિજ આગ્રા - બયાના  મેમુ સ્પેશિયલ
09279 બયાના - મથુરા  મેમુ સ્પેશિયલ
19103 રતલામ - કોટા
19109 કોટા - મથુરા
09161 વલસાડ - વડોદરા એક્સપ્રેસ સ્પેશિયલ
09162 વલસાડ - વડોદરા એક્સપ્રેસ સ્પેશિયલ
22953 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ ગુજરાત SF એકસ.
09079 સુરત - વડોદરા મેમુ સ્પેશિયલ
09155 સુરત - વડોદરા મેમુ સ્પેશિયલ
22929 / 22930 દહાણુ રોડ - વડોદરા - દહાણુ રોડ સુપર ફાસ્ટ એક્સપ્રેસ
09182 છોટા ઉદેપુર - પ્રતાપનગર પેસેન્જર સ્પેશિયલ
09355 પ્રતાપનગર - છોટા ઉદેપુર ડેમુ સ્પેશિયલ
09170 પ્રતાપનગર - એકતા નગર સ્પેશિયલ
09108 એકતા નગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ
09109 પ્રતાપનગર - એકતા નગર મેમુ સ્પેશિયલ
09110 એકતા નગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ
09113 પ્રતાપનગર - એકતા નગર મેમુ સ્પેશિયલ
09114 એકતા નગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ


ગુજરાતમાં ભારે વરસાદને કારણે આ રૂટ થયા બંધ, જાણો વિગતે:
 



 


ભારે ડિપ્રેશનઃ
ગુજરાત પર અચાનક આ ડિપ્રેશનની જે આકાશી આફત આવી ચડી તેણે ગુજરાતને બિપરજોયની યાદ તાજી કરાવી દીધી. જેણે ગયા વર્ષે ગુજરાતની ભારે નુકસાન પહોંચાડ્યું હતું. મધ્ય પ્રદેશ પર લો પ્રેશર સર્જાયુ અને તેમાંથી ડિપ્રેશન બન્યું અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ હવે તે ગુજરાતને હચમચાવી રહ્યું છે. હાલ આ ડીપ ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ ડીપ્રેશન એટલું મહાકાય છે કે વાત ન પૂછો. જ્યારે ગુજરાતમાં પ્રવેશ્યું ત્યારે  તેનું કેન્દ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હતું. કેન્દ્રબિન્દુ વડનગર અને ઊંઝા ઉપરથી પસાર થયું હતું. આ ડિપ્રેશન પાકિસ્તાનના કરાચીથી લઈને ગુજરાત મુંબઈ સુધીના વિસ્તારોને આવરી  લે તેટલું બધુ વિશાળ કાય છે. 26મીએ ગુજરાતમાં પ્રવેશ્યું ત્યાર બાદ સાંજે 5 વાગ્યાની આજુબાજુ તેનું કેન્દ્રબિન્દુ ઈડરના દક્ષિણમાં જોવા મળ્યું હતું જે હવે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ ડીપ ડિપ્રેશને ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કવર કર્યો છે જેના પરથી તમે સમજી શકો કે ગુજરાત પર કેટલી મોટી આકાશી આફત છે. 


72 કલાક ભારેઃ
ગુજરાત માટે હજુ પણ આગામી 72 કલાક ભારે છે. આ જે ડીપ ડિપ્રેશન છે તે હવે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આજે અને આવતી કાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાનનું રેડ અલર્ટ અપાયું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 102 ટકા વરસાદ વરસી ગયો છે. સોમવાર-મંગળવાર એમ બે દિવસમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને સાંકળતી કુલ 50 ફ્લાઇટ 1 કલાકથી વધુ મોડી પડી હતી જ્યારે 2 કેન્સલ કરાઈ હતી. સોમવારે સાંજે ભારે વરસાદથી અનેક ફ્લાઈટને ટેક્ ઓફ-લેન્ડિંગમાં પણ પરેશાની નડતાં તેને ઘણી મિનિટ સુધી હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા. જોકે, અમદાવાદ એરપોર્ટના મેનેજમેન્ટના દાવા અનુસાર ભારે વરસાદ છતાં મુસાફરોને કોઇ જ પ્રકારની મુશ્કેલી પડી નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.