અમરેલી-સાળંગપુરમાં સાંબેલાધાર, ગુજરાતમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ, અમદાવાદમાં મેઘો ગાજ્યો
અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદથી શેરીઓમાં નદીઓ જેવા દૃશ્યો સર્જાયા હતા. રાત્રે નવ વાગ્યા પછી અમદાવાદમાં પણ જોરદાર વીજળી થઈ રહી છે અને ગડગડાટીનો અવાજ સંભળાય છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. મહીસાગર, પંચમહાલ , દાહોદ , નર્મદા , સાબરકાંઠા , બનાસકાંઠા માં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જેમાં પવનની ગતિ પણ 40 કિમિ પ્રતિ કલાકની રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે.
અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદથી શેરીઓમાં નદીઓ જેવા દૃશ્યો સર્જાયા હતા. રાત્રે નવ વાગ્યા પછી અમદાવાદમાં પણ જોરદાર વીજળી થઈ રહી છે અને ગડગડાટીનો અવાજ સંભળાય છે. ખાસ કરીને એસ.જી.હાઇવે, સરખેજ વિસ્તારમાં ઠંડો પવન પણ ફૂંકાય છે. ગીર વિસ્તારમાં બપોર બાદ સુખપુર, કાંગસા, ગોવિદપુર સહિતના ગામડામાં વરસાદ છૂટો છવાયો વરસાડ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેસર કેરીનો ગઢ ગણાતા ધારી વિસ્તારમાં ચણા, ઘઉં અને ધાણા સહિતના તૈયાર પાકોમાં નુકસાન જવાની ભીતિ જોવા મળી રહી છે.
રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારોમાં મેઘો આફત બનીને તૂટી પડશે
બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લાના સાળંગપુર ઉમરાળા, વલભીપુર, પાલીતાણા, જેસર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. બોટાદ શહેરમા પણ માવઠું થયું છે. સાળંગપુરમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે તેમજ જિલ્લાના લાઠીદડ, કારીયાણી, સેથળી, સમઢીયાળા સહિત ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકના વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ અન્ય કેટલીક ગ્રામીણ વિસ્તારોમા વરસાદી ઝાપટા પડ્યા છે.
હવે ગરીબોનો કોળિયો નહીં છીનવાય! ગુજરાત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
મહત્વનું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
રાજ્યમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી કરાઈ છે. આ આગાહી વચ્ચે અંબાજી અને મહેસાણામાં માવઠું પડ્યું છે. 5, 6 અને 7 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ રહેશે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં માવઠાની આગાહી છે. 5 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદરમાં માવઠાની આગાહી છે. માવઠાની આગાહીના લીધે યાર્ડમાં પાકની આવક બંધ કરાઈ છે. હાપા અને ભાવનગર યાર્ડમાં જણસીની આવક બંધ કરાઈ છે. માવઠાની આગાહીના પગલે ખેડૂતોનો પાક ના બગડે તેના માટે આવક બંધ કરાઈ છે.
ગુજરાતમાં આફતના સંકેત! કચ્છમાં ધરા ધ્રૂજી, વાગડ ફોલ્ટ લાઈન સક્રીય થઈ હોવાનું અનુમાન
વરસાદી માહોલથી ખેડૂતોને નુકસાનની ભીતી
બનાસાકાંઠા જિલ્લા ઉપરાંત મહીસાગર જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વરસાદી છાંટા શરૂ થયા છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા સાથે વરસાદી છાંટા પડી રહ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલથી ખેડૂતોને નુકસાનની ભીતી છે. કડાકા ભડાકા સાથે માવઠારૂપી વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે. કમોસમી વરસાદથી ઘઉં, મકાઈ સહિતના પાકો અને સૂકા ઘાસચારામાં નુકસાન થઈ શકે છે.
ગુજરાતમાં એક રોડ પર ફૂલ સ્પીડમાં દોડશે ટ્રેન અને બસ, ગુજરાતને ચાર ચાંદ લાગશે
વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં
સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં આવી છે અને આગાહીના પગલે અગમચેતી તૈયારી બતાવી છે. 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ થયું છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ખેતરમાં કાપણી કરેલા પાકો સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે. ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો કરાયાં છે.