અજબ-ગજબ ટેકનિકથી વરસાદનો વરતારો કરતા આગાહીકારો : ભડલી વાક્યો, વીંછીડોથી કરે છે ભવિષ્યવાણી
Monsoon 2024 Prediction : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા 30 માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 55 જેટલા આગાહીકારોએ કરી વરસાદ વિશે આગાહી, આ આગાહીકારો અલગ અલગ રીતે આગાહી કરતા હોય છે
Junagadh Krishi University અશોક બારોટ/જૂનાગઢ : જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠક મળે છે. જેમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને વર્તારો કરવામાં આવતો હોય છે. જેમાં આ વર્ષે ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાંથી 55 જેટલા આગાહીકારો ઉપસ્થિત રહી આગામી ચોમાસુ કેવું રહેશે અને વરસાદ ક્યાં અને કેવો અને કેટલો થશે તેની જુદા જુદા આગાહીકારોએ પોતપોતાના મંતવ્યો રજૂ કરી આગાહી કરી હતી. આ વર્ષે 16 આની જેટલો વરસાદ (Rain) થાય તેવો વર્તારો આગાહીકારો દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, ચોમાસું સારું જશે.
2024 ના ચોમાસાની આગાહી
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષથી વર્ષાવિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા આગામી ચોમાસાની લાંબાગાળાની આગાહીઓ એકત્ર કરવા તેમજ વિવિધ સંબંધે અભ્યાસુ આગાહીકારોને એકમંચ પર ભેગા થયાં હતાં. ચોમાસા પૂર્વે કૃષિ યુનિ. કેમ્પસમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં 30મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતભરના 60 આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા. અહી ઉપસ્થિત રહેલા હવામાનશાસ્ત્રીઓ અલગ અલગ પ્રકારે ચોમાસાના પૂર્વાનુમાનની આગાહી કરતા હોય છે. જેમા આગાહીકારોના મતે આગામી ચોમાસું 16 આની રહેશે તેવું જણાવાયું. તેમજ આગાહીકારોના મતે 55 થી 60 ઈંચ વરસાદ રહે તેવું પુર્વાનુમાન કરાયું. એકંદરે આગામી ચોમાસુ સારુ રહેશે.
ઘરમાં ત્રીજા બાળકની કિલકારી ગુંજી, તો છીનવાઈ ગયું ભાજપના બે કાઉન્સિલરોનું પદ
રમણિકભાઈ વામજાનો વરતારો
વરસાદ વિશે આગાહીકાર રમણિકભાઈ વામજાએ જણાવ્યું કે 33 જેટલા ખગોળીય વિજ્ઞાનના આધારે અને આકાશી મંડળો પરથી વરસાદની આગાહી થતી હોય છે, આ વર્ષે સખત ગરમી પડવાથી વીંછીડો 26 દિવસ સુધી હોવાથી ગરમી પડી રહી છે અને તેના લીધે હાલ સખત ગરમી પણ અનુભવાય રહી છે. તેમજ આગામી નવરાત્રિના દિવસોમાં પણ વરસાદ ખૂબ જ સારો રહેશે, કદાચ વાવાઝોડું પણ આવી શકે છે.
અંબાલાલ પટેલ જેવા ગુજરાતના 60 આગાહીકારોની ભવિષ્યવાણી : આ વર્ષે ચોમાસું 16 આની રહેશે
સૈારાષ્ટ્રની ખેતી અને ખેડુતોનાં વિકાસને ધ્યાને રાખીને જૂનાગઢ કૃષિ યુનિ. અને વર્ષા વિજ્ઞાનમંડળ દ્વારા યોજીત વર્ષા વિજ્ઞાન પરિસંવાદને આયોજિત કરાય છે. કૃષિ અવલોકનકારોનો આ પૈારાણિક વારસો જીવંત રહે અને કૃષિ પ્રયોગશીલ ખેડુતોની કોઠાસુઝને વિજ્ઞાન સાથે સંકલીત કરવાનો આ પ્રયાસ લાભપ્રદ બની રહે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1990 માં ડો. એ.ઓ.ખેરનાં માર્ગદર્શન તળે ડો. મુન્શી, ડો. ગુંદાલીયા, અને કૃષિ યુનિ.નાં સહયોગથી આજે ૨૫ વર્ષથી વરસાદી વરતારા માટે અવલોકનકારો તેમનાં ભડલી વાક્યો, શતવૃષભાવકુંડળી, મયુર ચિત્રકામ, મેઘમાલા, વૃષ્ટી પ્રબોધ તેમજ પશુપક્ષીઓની ચેષ્ટાઓ, લોકવાયકાઓ, ખગોળવિજ્ઞાન, ઋતુમાં થતાં પરીવર્તનો, વનસ્પતિમાં જોવા મળતા બદલાવને ધ્યાને લઇ મેળવાતા તારણોમાં આધુનીકતા આવે અવલોકનકાર વૈજ્ઞાનીક તથ્યોને સમજીને અવલોકન સચોટ કરી શકે તે માટે ભેજમાપક યંત્ર, તાપમાનમાં થતાં બદલાવના અવલોકન માટે તાપમાનમાપક યંત્ર, પવન દીશા સુચકયંત્ર આગાહીકારોને વિનામુલ્યે આપવામાં આવ્યા હતા.
દોઢ મહિનો રાજકારણથી ગાયબ રહેલા ગુજરાત સરકારના મંત્રી અચાનક સામે આવ્યા, આપ્યું કારણ