21 ઓગસ્ટથી મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર, સરકાર રજૂ કરી શકે છે મહત્વના બિલ
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની તારીખો વિધાનસભા અધ્યક્ષના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી મળશે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 21 ઓગસ્ટથી મળશે. 15મી વિધાનસભાનું પાંચમું સત્ર 21 ઓગસ્ટે બપોરે 12 કલાકે મળશે. એક અખબારી યાદીમાં આ માહિતી આપવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વિધાનસભાના તમામ સભ્યોને આ તારીખે સભાગૃહમાં હાજર રહેવાની માંગ કરવામાં આવી છે. વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર મહત્વના બિલ પણ લાવી શકે છે. પરંતુ રાજ્ય સરકાર આ સત્રમાં કયાં બિલ લાવશે તેની હજુ માહિતી સામે આવી નથી.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ કરી હતી માંગ
ગુજરાત વિધાનસભાનું સત્ર સમયસર બોલવાવાની કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માગ કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આ મુદ્દે પત્ર પણ લખ્યો હતો. ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને ધારાસભ્યો પ્રશ્નો પૂછી શકે તે માટે અમિત ચાવડાએ માગ કરી છે, વિધાનસભાનું સત્ર ટૂંકથી મુદ્દતથી બોલાવવાના બદલે સમયસર બોલવાવની માગ કરાઈ હતી. પરંતુ વિધાનસભાનું સત્ર કેટલા દિવસ મળશે તેની હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.
આ પણ વાંચોઃ સુરતમાં ભ્રષ્ટ તંત્રની પોલ ખુલી, શહેરના રસ્તાઓમાં ખાડાનું સામ્રાજ્ય, જનતા પરેશાન
આ કાયદો થઈ શકે છે રજુ
રાજ્યમાં કાળો જાદુ, તાંત્રિક અનુષ્ઠાનો પર રાજ્યની સરકાર કાયદાકીય નકેલ કસી શકે છે. રાજ્ય સરકાર આવી ઘટનાઓને રોકવા માટે કાયદો લાવી શકે છે. ગુજરાત સરકારે આ મોટું પગલું ગેરકાયદેસર તાંત્રિક ગતિવિધિઓ, કાળા જાદૂ અને અઘોરી અનુષ્ઠાનો પર અંકુશ લગાવવા માટે એક કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે, જેનાથી ક્યારેક-ક્યારેક મહિલાઓ અને બાળકોની બલી આપવાની ઘટનાઓ રોકી શકાય. ગૃહ વિભાગે ગુજરાત હાઈકોર્ટમાં માહિતી આપી કે સરકાર કાળા જાદૂ અને અઘોરી પ્રથાઓ જેવી અમાનવીય ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે અધિનિયમ માટે ડ્રાફ્ટ બિલ વિધાનસભાના આગામી સત્રમાં લાવવામાં આવશે. આ નિર્ણય પાછલા મહિને અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા દાખલ એક જનહિત અરજી (પીઆઈએલ) પર હાઈકોર્ટ દ્વારા સરકાર પાસે જવાબ મંગાયા બાદ લેવામાં આવ્યો છે.