Gujarat Weather Forecast : ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને અસમ સહિત દેશનાં 5 રાજ્યોમાં વરસાદના પાણીએ કહેર મચાવ્યો છે. આસામમાં મૃત્યુઆંક વધીને 92 પર પહોંચ્યો છે.  તો યુપીમાં 17 લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 100થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. જોકે, ગુજરાતનો અડધો ભાગ હજી પણ કોરોધાકોર છે. આ વચ્ચે 2 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે. તો અમદાવાદમાં પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ હળવા વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે, રાજ્યમાં મોન્સૂન સક્રિય છે પરંતુ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી થઈ રહી. જેના કારણે વાદળો તો ઘેરાય છે, પરંતુ વરસાદ નથી પડી રહ્યો. વરસાદની સિસ્ટમ ઉત્તર ભારત તરફ ખેંચાઈ જતા રોજ વાદળો બંધાવા છતા અપેક્ષા મુજબનો વરસાદ નથી આવી રહ્યો અને વાતાવરણમાં ગરમી વધી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાંથી કેમ ગાયબ થયો વરસાદ, અંબાલાલ શું કહે છે
ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહિ થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે. હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે. 12 થી 14 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે. 15 જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળાના ઉપસગારના હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. 17 થી 18 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આ કારણે 19 થી 24 જુલાઈ ગુજરાતના વરસાદ થશે. કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિભારે વરસાદ થશે. 


સાહેબ! મારો પતિ નપુંસક છે, સસરા ન્હાતા સમયે ગંદા વીડિયો બનાવે છે, દુલ્હનના ખુલાસા


સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે
ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઇ છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે. આટલું જ નહીં, ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.


આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફ-શોર ટ્રફ છે. જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર કરી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8-8 ઈંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ-બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.


અંતરિક્ષમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ અંગે આવ્યા સારા સમાચાર