ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ બેઠુ છે ત્યારે રજાઓમાં કઈ જગ્યાએ જવુ તે દરેકને પ્રશ્ન થતો હશે. આજે અમે તમને ગુજરાતના ગરવા ગઢ ગિરનારની મુલાકાતે લઈ જઈ રહ્યા છીએ કે જેના દ્રશ્યો જોયા પછી તમે કહેશો કે આ રજાઓમાં તો ચાલો જઈએ ગિરનાર. ગિરનાર એ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. ચોમાસામાં અહીંનો નજારો ખૂબ જ સુંદર હોય છે. ઘણા પ્રવાસીઓ અહીં પહાડી વિસ્તારનો આનંદ માણવા આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવાસી ઘનશ્યામભાઈએ જણાવ્યું હતુકે, અહિંયા ગિરનારમાં ખૂબ જ મજા માણી રહ્યા છીએ, આજનું વાતાવરણ એકદમ ઠંડુ છે વરસાદી, પહેલા વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતું કરે છે પણ અમે નજરો નજર જોયુ છે કે, ના , ના વરસાદમાં વાદળો ગિરનાર સાથે વાતું કરે છે જે નજરોનજર નિહાળ્યું છે અને જોવાનો અમને બહુ જ આનંદ આવ્યો છે.


પ્રવાસી દેવાંશીએ જણાવ્યું હતુંકે, મને ખૂબ મજા આવી, ચઢાણ ખૂબ જ મજેદાર હતું. શરૂઆતમાં, તે તડકો હતો, પરંતુ જેમ જેમ અમે ઉપર ચઢતા ગયા તેમ તેમ હવામાન વરસાદી બન્યું. વાદળછાયું બન્યું અને દૃશ્ય ખરેખર અદ્ભુત હતું. ખૂબ જ ઠંડી, ખૂબ જ સર્વોપરી. વાતાવરણ ખૂબ સરસ છે."


અહિંયા આવતા પ્રવાસીઓ નજીકના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે. અહિંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પાસે જ છે જે એશિયાટિક સિંહોનું ઘર કહેવાય છે.સાથે જ હિન્દુ અને જૈન બંને માટે એક મુખ્ય તીર્થસ્થાન પણ છે. જ્યાં પ્રવાસીઓ મનમુકીને હરવા ફરવાની મજા માણતા નજરે પડે છે.