અમદાવાદ: કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાને લઈને રાહતના સમાચાર આવ્યા છે.. હવામાન વિભાગ અનુસાર ગણતરીના કલાકોમાં જ રાજ્યમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે.. આ સાથે જ રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે.. ચોમાસાને લઈને શું છે માહોલ અને ક્યાં ક્યાં વરસાદની કરવામાં આવી છે આગાહી,, જુઓ આ રિપોર્ટમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 2 દિવસ મુંબઇમાં ભારે વરસાદની આગાહી


આ વખતે દેશમાં સમય કરતાં વહેલું ચોમાસું શરુ થયું છે.. કેરળમાં પ્રવેશેલું ચોમાસું મુંબઇ સુધી પહોંચી ગયું છે અને આગામી 2 દિવસ મુંબઇમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. મહારાષ્ટ્રને પલાળી રહેલું ચોમાસું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 48 કલાકમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આ બધા વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે..


આ પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. 


બે દિવસ વહેલા ચોમાસુ શરૂ થશે


સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઇ છે.. આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસુ શરૂ થશે.. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં સત્તાવાર ચોમાસુ બેસશે.. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે.. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે.


11 જૂન 
સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ , મહીસાગર , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ, તાપી , દમણ , દાદરા નગર, હવેલી , જુનાગઢ , અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી. 


12 જૂને 
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી.


13 જૂને 
નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી.  


14 જૂને 
સુરત ,નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી.


15 જૂને 
નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર ,હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં આગાહી.


16 જૂને 
નવસારી, વલસાડ, દમણ , દાદરા નગર હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી.


આ પણ વાંચોઃ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે શરૂ થઈ કાનાફૂસી, ત્રણ નેતાઓના નામ રેસમાં આગળ


આ સિસ્ટમ આમ તો મુંબઇ ઉપર થઇને પસાર થવાની છે, પણ તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને થશે.. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ નોંધાશે..  અમુક જગ્યાએ તીવ્રતા વધારે હોય તો વાવણી લાયક પણ થઇ શકે છે.. આ ચોમાસું સમય કરતાં બેથી ત્રણ દિવસ વહેલું ચાલી રહ્યું છે.. અત્યારે ચોમાસું મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને કવર કરી ચૂક્યું છે.. હવે તે મુંબઇ તરફ આગળ વધી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે, રવિવારે રાજ્યનો વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.  અમદાવાદ, વડોદરા,  સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો.. ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.. આ દરમિયાન તવરા નજીક ભારે પવન કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં એક કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી.. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા..