ગાંધીનગરઃ રાજ્યમાં 10થી 13 જૂનની વચ્ચે વરસાદનું વિધિવત આગમન થઈ જશે. ગાંધીનગર ખાતે મળેલી વેધર વોચ કમિટીની બેઠક બાદ હવામાન વિભાગના ડાયરેક્ટરે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગનું માનીએ રાજ્યમાં આ વખતે ચોમાસુ વહેલું શરૂ થવાની સંભાવના છે. સાથે જ આ વખતે ચોમાસુ સારુ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી આપી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ અને ઓરિસામાં આ વખતે 99 ટકા વરસાદ થવાની આગાહી છે. 


તો ચોમાસા પહેલા દરેક પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વેધર વોચ કમિટીની બેઠકમાં આરમી, NDRF, SDRF, કૃષિવિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા. અધિકારીઓનું માનીએ તો રાજ્યમાં હાલ NDRFની 11 ટીમ કાર્યરત છે. જેમાંથી અમદાવાદ, વડોદરા, અને ગાંધીનગરમાં ટીમને તૈનાત કરવામાં આવી છે.