અમદાવાદઃ ગુજરાતમાં હજુ વરસાદ માટે રાહ જોવી પડશે. આગામી 23થી 25 જૂન વચ્ચે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થતાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાં પડતાં ગરમીથી થોડી રાહત થઈ છે. તો બીજી તરફ લોકો બફારાનો અનુભવ કરી રહ્યાં છે. અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ હળવા ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.