તેજશ મોદી/ સુરત: ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પૂર્વમંત્રી અને પાટીદાર નેતા નાનુભાઈ વાનાણી દ્વારા સીધો મારગ નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું, આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. નાનુભાઇ વાનાણી દ્વારા પોતાના જીવનના અનુભવો, કામો અને કાર્યપદ્ધતિ પર પુસ્તક લખાયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરારીબાપુએ નાનુભાઈના પુસ્તક અંગે ખુબ મહત્વની વાતો પણ કરી હતી, જોકે તેમને આ બધા વચ્ચે એર સ્ટ્રાઈક ઉપર પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. બાપુએ કહ્યું હતું કે સરહદ પર શીશ આપનાર જવાનને હું સલામ કરું છું, એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠવનારાઓને બાપુએ જવાબ આપતા એક શેર કહ્યો હતો, એ મેરે પાંવ કે છાલો જરા લહુ તો ઉગલો, કુછ સિરફીરે લોગ મેરે સફર કે નિશાન માગેંગે, મીડિયા સાથેની વાતચીતમાં આ વાતને આગળ વધારતા બાપુએ કહ્યું હતું કે દેશના સુરવીરો અને રાષ્ટ્રના ગૌરવને હાનિ પહોંચે તેવું ન કરવું જોઈએ, આવ સમયે રાષ્ટ્રમાં બધાએ નેક રહેવું જોઈએ એક રહેવું જોઈએ, સેના સામે સવાલ ઉઠાવે છે તેમને પણ ખબર છે તે શું કરી રહયા છે.


રાજકારણમાં એન્ટ્રી ફાઇનલ: પાટીદાર નેતા હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસમાં જોડાશે


આ સાથે જ તમને એમ પણ કહ્યું હતું કે, રાજકારણમાં લોકો અનેક લોકો હોય છે અને તેમના અનેક માર્ગ હોય છે, જોકે નીચો માર્ગ પણ હોય છે પરતું તેવું હું નહીં કહું. તેમને દેશમાં સાધુઓની સંખ્યા ખૂબ છે પણ સાધુચરિત ખૂબ ઓછા છે તેવી ટીપ્પણી પણ કરી હતી.



પુસ્તક વિમોચન અંગે નાનુભાઇ વાનાણીએ જણાવ્યું હતું કે મારા જીવના ઉતાર - ચઢાવ સામાજિક, રાજકીય કામગીરી સમયના અનુભવો વગેરે બાબતનો ઉલ્લેખ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તેમને કહ્યું હતું કે મેં નક્કી કર્યું હતું કે 60 વર્ષે રાજકારણ છોડી દઈશ, મેં ક્યારેય રાજકારણ પકડયું જ ન હતું, તેથી સરળતાથી છોડી દીધું હતું.