વ્યાસપીઠ પર બેસીને મોરારી બાપુએ કર્યાં અમિત શાહના વખાણ, બોલ્યા-તેઓ મને સરદાર પટેલની યાદ અપાવે છે

સૌરાષ્ટ્રના યાત્રા ધામ અને સદાવ્રતથી પ્રસિદ્ધ એવા વીરપુરમાં ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. રામ કથાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીએ આરતી કરી હતી. તેમજ વીરપુરમાં છેલ્લા 200 વર્ષથી ચાલતું સદાવ્રત અવિરત ચાલુ રહે તેવી શુભ કામના આપી હતી. આજે પુર્ણાહુતીના દિવસે વ્યાસ પીઠ ઉપરથી બોલતા મોરારી બાપુ (Morari bapu) એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ (Amit Shah)ને યાદ કર્યા હતા. મોરારી બાપુનો ગૃહમંત્રી અમિત શાહ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો હતો. મોરારીબાપુએ કહ્યું હતું કે, અમિત શાહ મને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) ની યાદ અપાવે છે. આમ કહીને મોરારી બાપુએ અમિત શાહને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવ્યા હતા.
નરેશ ભાલીયા/વીરપુર :સૌરાષ્ટ્રના યાત્રા ધામ અને સદાવ્રતથી પ્રસિદ્ધ એવા વીરપુરમાં ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. રામ કથાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીએ આરતી કરી હતી. તેમજ વીરપુરમાં છેલ્લા 200 વર્ષથી ચાલતું સદાવ્રત અવિરત ચાલુ રહે તેવી શુભ કામના આપી હતી. આજે પુર્ણાહુતીના દિવસે વ્યાસ પીઠ ઉપરથી બોલતા મોરારી બાપુ (Morari bapu) એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ (Amit Shah)ને યાદ કર્યા હતા. મોરારી બાપુનો ગૃહમંત્રી અમિત શાહ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો હતો. મોરારીબાપુએ કહ્યું હતું કે, અમિત શાહ મને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) ની યાદ અપાવે છે. આમ કહીને મોરારી બાપુએ અમિત શાહને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવ્યા હતા.
85 વર્ષની ઉંમર સુધીમાં ગફૂર બિલખીયાએ જે સેવાકાર્ય કર્યું, તેના માટે પદ્મ પુરસ્કાર પણ ઓછો પડે...
વીરપુરમાં જલારામ બાપા દ્વારા શરૂ કરેલ અન્ન ક્ષેત્રને 200 વર્ષ પૂરા થયા છે. જેની હાલ વીરપુરમાં ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આજે આ ઉજવણીનો અંતિમ દિવસ હતો. ત્યારે ઉજવણીના ભાગ રૂપે મોરારી બાપુની રામકથા ચાલી રહી હતી અને જેના આજે છેલ્લો દિવસ હોઈ મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ હાજર રહ્યા હતા. તેઓએ છેલ્લા દિવસની આરતી પણ કરી હતી. વિજય રૂપાણીએ આ સદાવ્રત સદાય ચાલતું રહે તેવી શુભેચ્છા આપી હતી. ત્યારે રામ કથાના છેલ્લા દિવસે વ્યાસ પીઠ ઉપરથી બોલતા તેઓએ ગૃહ મંત્રી અમિત શાહને ખાસ યાદ કર્યા હતા.
એલેમ્બિક કંપનીમાં ધ્વજ વંદન કાર્યક્રમ પહેલા સીડી ખસેડતા 5 કર્મચારીઓને લાગ્યો કરંટ, એકનું મોત
અમિત શાહનું નામ લઈને બાપુ બોલ્યા હતા કે, મને અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલની યાદ અપાવે છે. અમિત શાહની નરમ સ્વભાવનો કિસ્સો કહેતા બાપુ બોલ્યા હતા કે, મને અમિતભાઇનો ફોન આવે તો કહે કે ‘બાપુ હું આપનો અમિત બોલું છું. એ બાજુથી આવીશ એટલે મળવા આવીશ.’ આમ, મોરારી બાપુનો અમિત શાહ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક