શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: જીલ્લાના બામણાં ગામ એ પ્રસિધ્ધ કવિ ઉમાશંકર જોષીનુ જન્મ સ્થળ  છે અને તેમના વતન બામણાં ગામે પ્રસિધ્ધ કથાકાર મોરારીબાપુએ ઉમાશંકર માનસ કથા યોજી છે. નવ દીવસ સુધી ચાલનારી આ કથાનુ આયોજન કવિ ઉમાશંકર જોષીના માનમાં આયોજીત કરવામાં આવી છે. પ્રસિધ્ધ કવિ ઉમાશંકર જોષીનુ વતન એટલે સાબરકાંઠા જીલ્લાનુ બામણાં ગામ, પ્રસિધ્ધ કવીના માનમાં પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ ઉમાશંકર માનસ કથાનુ આયોજન કરાવ્યુ છે. નવ દીવસ સુધી મોરારીબાપુ બામણાં ગામે ઉમાશંકરજીને યાદ કરીને કથાનુ રસપાન બામણાં વાસીઓ અને સાબરકાંઠાના લોકોને યાદ કરાવશે. આ દરમ્યાન ઉમાશંકરજીની કવિતાઓને પણ યાદ કરીને તેનુ પણ ગાન કરાવવામાં આવશે અને આ માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરોડોમાં એક વ્યક્તિને થતા રોગથી પીડાઇ રહ્યું છે બાળક, પરિવારે કરી મદદની અપીલ


બિહારમાં યોજેલી કથા દરમ્યાન તેઓએ ઉમાશંકર જોષીના જન્મ સ્થળે કથા યોજવા માટે વિચાર રજુ કર્યો હતો અને જેને લઇને તેઓ કથાનુ આયોજન કરાવતા તેમનો મનોરથ પુરો થયાનો કથાના પ્રારંભે આનંદ વ્યક્ત કર્યો હતો. હવે તેઓ પ્રસિધ્ધ ગુજરાતી શાયર ઝવેરચંદ મેઘાણીના વતનમાં પણ કથા કરવાનુ તેમનુ સપનુ હોવાનુ કથાના પ્રારંભે જાહેર કર્યુ હતુ. ઉમાશંકર જોષીને મોરારીબાપુ પીસ્તાળીસ વર્ષ અગાઉ સાબરકાંઠા જીલ્લામાં એક કાર્યક્રમમાં એક મંચ પર મળ્યા હતા. એ દીવસે તેમને પ્રથમવાર જોતા જ ઉમાશંકરજીને ભરપુર માણ્યા હોવાના સંસ્મરણોને તાજા કર્યા હતા અને તેમના સત્ય નિષ્ઠાની પણ પ્રશંશા કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube