Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગરના આંગણે મોરારીબાપુની રામકથા આયોજિત કરાઈ હતી. ત્યારે રામકથાના અંતિમ દિવસે મોરારી બાપુએ આ રામકથાને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સમર્પિત કરી છે. ત્યારે મોરારી બાપુ દ્વારા રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અર્પણ કરાતા ઉપસ્થિત રાજવી પરિવારના મહારાણીની આંખો પણ અશ્રુભીની થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરના ઉદ્યોગપતિ બુધાભાઇ વાનાણી પરિવાર દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અખંડ ભારત માટે પોતાનું સર્વસ્વ સોંપી દેનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવા ઘણા સમયથી માંગ ઉઠી છે. ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળવું જોઈએ તેવી વાત અનેકવાર મોરારીબાપુ કહી ચૂક્યા છે. ત્યારે રામકથામાં મોરારી બાપુએ કહ્યું કે, ભારતરત્ન કોઈ કઈ આપે કે ન આપે એમાં નથી પડવું. પણ તલગાજરડાનો બાવો ભાવનગરમાં યોજાયેલ આખેઆખી રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સમર્પિત કરું છું. 


મોરારી બાપુ દ્વારા રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અર્પણ કરાતા ઉપસ્થિત રાજવી પરિવારના મહારાણીની આંખો પણ અશ્રુભીની થઈ હતી. આ પ્રસંગે નવા ચૂંટાયેલા ભાવનગર પૂર્વના સેજલબેન પંડ્યા, પૂર્વ પ્રમુખ રાજીવ પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 



અગાઉ મોરારીબાપુએ મહારાજાને ભારતરત્ન આપવાની કરી માંગ
2022 ના મે મહિનામાં ભાવનગર રાજ્યના સ્વ.નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ‘ભારતરત્ન’થી નવાજવા પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપુએ સૂચન કર્યું છે. તે સમયે તેમણે કહ્યુ હતું કે, મોરારી બાપુએ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી પ્રસંગે એક નમ્ર સુચન પણ કર્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરનો જન્મદિવસ બંને સાથે ઉજવી રહ્યા છીએ. ત્યારે મારા મનમાં એક નમ્ર વિચાર જન્મ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હું કોઈ પણ જાતની અપેક્ષારહિત છું અને રહેવા ઇચ્છું છું. પણ ભાવનગર રાજ્યના એક નાના એવા તલગાજરડા ગામનાં નિવાસી તરીકે હું ઈચ્છું કે ભાવનગરના એ મહારાજા સાહેબ કે જેમણે અખંડ ભારતની સ્થાપના માટે સમગ્ર દેશમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય અર્પણ કરેલું. ત્યારે આવા નેક દિલ નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્નથી સન્માનવા જોઈએ. ભાવનગરના એરપોર્ટને વિકસિત કરીને તેની સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવું જોઈએ, સાથે ભાવનગરનું એરપોર્ટ એકદમ આધુનિક બને અને તેનું નવું નામાભિધાન પણ કરી શકાય.