મોરબી: મોરબીમાં આજે ઈતિહાસની બીજી સૌથી મોટી કરૂણ દુર્ઘટના બની છે. મોરબીમાં ઝુલતો પુલ તૂટવાથી 91થી વધારે લોકો મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે. આ અત્યંત કરુણ અને દુઃખદ ઘટનામાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે, તેમને માટે પૂજ્ય મોરારીબાપુએ રાજસ્થાનનાં નાથદ્વારામાં ચાલી રહેલ રામકથામાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને મૃતકોનો ચોક્કસ આંકડો નક્કી થયા બાદ પ્રત્યેક મૃતકના પરિજનોને રુપિયા પાંચ પાંચ હજારની સહાયતા રાશિ પણ અર્પણ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા મદદની કરી જાહેરાત 
મોરબી ઝુલતો પુલ તૂટતા અનેક લોકોના મોત થતા ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા મદદની જાહેરાત કરવામાં આવી છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવન સ્વામીએ જાહેરાત કરી છે. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરીવારોને સરકાર દ્વારા જે સહાય કરશે, જેમા ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા જે પ્રકારની મદદની જરૂર હશે તે મદદ કરવાની જાહેરાત કરાઈ છે. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને ગોપીનાથજી મંદિર દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ છે.


આ પણ જુઓ વીડિયો:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube