ઝી ન્યૂઝ/સુરત: રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે રામકથાકાર મોરારી બાપુએ મોટી મદદ કરી છે. રામકથા દરમિયાન સવા કરોડની મદદ કરી હોવાનું સામે આવ્યું છે. લોનાવાલાની કથાની પુર્ણાહુતિના દિવસે રામકથાકાર મોરારી બાપુએ સવા કરોડની મદદ કરી છે. જેમાં પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયાની સંસ્થાઓને મદદ પહોંચાડી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જુદી-જુદી દસ સંસ્થાઓને મદદની રકમ પહોંચાડવામાં આવી છે. યુદ્ધના અસરગ્રસ્તોના બચાવ, નિવાસ, ભોજન, મેડિકલ સુવિધા માટે સહાય કરવામાં આવી છે. એટલું જ નહીં, યુદ્ધમાં જીવ ગુમાવનાર માટે પણ પ્રાર્થના કરાઈ છે. મોરારીબાપુએ મિશન ગંગા હેઠળ થયેલા PM મોદીના કાર્યને ઉત્તમ ગણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દેશો વચ્ચેના યુદ્ધને લઇ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે. તાજતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે બે દેશો વચ્ચે છેડાઈ ગયેલા યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં રામકથાકાર મોરારિબાપુએ જણાવ્યું હતું કે તેમની વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન બની રહે પરંતુ રચનાત્મક પણ બને. અને એથી યુક્રેનના યુદ્ધમાં જે ભારતીય અને અન્ય લોકોને અસર થઇ છે તેમના માટે રૂપિયા સવા કરોડની સહાયતા રકમ અર્પણ કરવાની પહેલ તેમણે તે રામકથા દરમ્યાન કરી હતી.  


મોરારીબાપુએ જણાવ્યું હતું કે, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારનું અભિયાન ‘મિશન ગંગા’ હેઠળ યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. છે. પૂજ્ય મોરારિબાપુએ પણ આ કાર્યમાં વ્યાસપીઠ તરફથી ગંગાજળનાં થોડા બુંદ અર્પણ કર્યા છે. અયોધ્યામાં નિર્માણ પામનાર રામમંદિર માટે અનુદાન આપવાની પૂજ્ય બાપુએ અપીલ કરી હતી અને એ નિમિત્તે શ્રોતાઓ દ્વારા રૂપિયા 19 કરોડની રાશી એકત્ર થઈ હતી, જે પૈકી 9 કરોડ રૂપિયા વિદેશી શ્રોતાઓનું અનુદાન હતું. 


લંડન સ્થિત લોર્ડ ડોલરભાઈ પોપટ અને તેમના પુત્ર પાવન પોપટ દ્વારા આ રાશિમાંથી સવા કરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી 10 સંસ્થાઓને પહોંચાડવામાં આવી છે. આ સંસ્થાઓ યુક્રેન યુધ્ધના અસરગ્રસ્તોનાં ઈવેકયુએસનમાં, તેમને નિવાસ અને ભોજન આપવામાં, મેડીકલ સુવિધા આપવા જેવા અનેક કાર્યોમાં કાર્યરત છે. વસુધૈવ કુટુંબકમની ભાવના અનુસાર ભારતીય અસરગ્રસ્તો અને અન્ય ધર્મ કે જાતિના હોય તેવા પીડિત લોકો માટે પણ આવશ્યકતા અનુસાર આ રકમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે દેશો વચ્ચેના સંઘર્ષનો ઝડપથી અંત આવે અને આ દુ:ખદ પરિસ્થિતમાં જેમણે પ્રાણ ગુમાવ્યા છે તેવા લોકો માટે એમણે પ્રાર્થના કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube