મોરબીઃ મોંઘવારીના મારથી સૌ કોઈ પરેશાન છે, મોંઘવારીના કારણે ચોરીની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કેટલીક ચોરીઓ એવી હોય છે જે ચર્ચામાં વધારે રહે છે. આવી જ એક ચોરી મોરબી જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં સોના-ચાંદી કે રૂપિયાની નહીં પણ ડુંગળીની ચોરી કરવામાં આવી...પોલીસ ફરિયાદ પણ નોંધાઈ અને આરોપીઓ ઝડપાઈ પણ ગયા...ત્યારે શું છે આ ડુંગળી ચોરીની ઘટના?...જુઓ આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવી ચોરી જેનાથી લોકોમાં કૂતુહલ
ન સોનું ચોર્યું, ન મોંઘા ઝવેરાત ચોર્યા 
ન રૂપિયા ચોર્યા, ન મોંઘી વસ્તુ ચોરી
અહીં તો ડુંગળી ચોરી ગયા ચોર


તમે ગુજરાતમાં લૂંટ, ચોરી કે ધાડની અનેક ઘટનાઓ સાંભળી હશે કે પછી જોઈ હશે...ગુનાની આ તમામ ઘટનાઓમાં મોંઘી વસ્તુઓની ચોરી થાય છે...પરંતુ મોરબી જિલ્લાના વાંકાનેર નજીક નાનકડા પંચાસર ગામમાં એક એવી ચોરી થઈ કે તે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. ગામમાં આવેલા કુકડા કેન્દ્રમાંથી ડુંગળીની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા...અને ડુંગળી પણ પાછી કિલો-બે કિલો નહીં પરંતુ 400 મણ ડુંગળી ચોરી થઈ ગઈ અને કોઈને ખબર પણ ન રહી....જો કે ડુંગળી માલિકે જ્યારે પોતાના કેન્દ્રમાં નજર કરી તો ડુંગળી હતી નહીં તો તેમણે તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી.


આ પણ વાંચોઃ રક્ષક જ ભક્ષક બન્યા, AMCની જમીન પચાવવાનો પોલીસ પર આરોપ! મહાનગર પાલિકા બની મૂકદર્શક


તો પોલીસે પણ ત્વરિત એક્શન લીધા અને ગણતરીના સમયમાં જ ત્રણ આરોપીઓને ઝડપી લીધા...અને તેમની પાસેથી અંદાજિત ત્રણ લાખ રૂપિયાની કિંમતની ડુંગળી પણ કબજે કરી લીધી...પોલીસે ડુંગળી ચોરીની ઘટનામાં ડુંગળી ચોર સબ્બીર હુસૈન સેરસિયા, જાબીર બાદી, અને નજરૂદ્દીન બાદીને ઝડપી તેમની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે...તો ડુંગળી ચોરી માટે ઉપયોગમાં લેવાયેલો ટ્રક પણ જપ્ત કર્યો...તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


ડુંગળી ચોર આરોપીઓએ ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા જ્યાં ડુંગળી રાખવામાં આવી હતી તેની રેકી પણ કરી હતી...ત્યારપછી ટ્રક લઈને આરોપીઓએ રાતોરાત ડુંગળી ચોરી લીધી અને તેને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ પણ કરી દીધી હતી...ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવ આભને આંબી રહ્યા છે. બીજી તરફ મોંઘવારીના મારથી પ્રજા ત્રસ્ત છે. ત્યારે આ પ્રકારની ડુંગળી ચોરીની ઘટનાથી લોકોમાં કુતુહલ સર્જાયું છે.