મોરબી: કંડલા બાયપાસ પાસે દિવાલ પડવાથી 8લોકોના ઘટનાસ્થળે મોત
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ 25 વારિયા મકાનની પાછળના ભાગમાં ટુકડા રહેતા લોકો પર એક દીવાલ ધસી પડી હતી. જેથી કરીને ગામડામાં રહેતા 12 જેટલા લોકો નીચે દબાઈ ગયા હતા અને તે પૈકીના આઠ લોકોના ઘટનાસ્થળે દિવાલ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યા હતા.
હિમાંશુ ભટ્ટ/મોરબી: મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ 25 વારિયા મકાનની પાછળના ભાગમાં ટુકડા રહેતા લોકો પર એક દીવાલ ધસી પડી હતી. જેથી કરીને ગામડામાં રહેતા 12 જેટલા લોકો નીચે દબાઈ ગયા હતા અને તે પૈકીના આઠ લોકોના ઘટનાસ્થળે દિવાલ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યા હતા. જોકે ચાર વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઇ હોવાથી તેઓને હાલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની જાણ થતાં જિલ્લા કલેકટર એસ.પી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી.
મોરબી જિલ્લામાં શુક્રવારે સવારથી ધીમીધારે સારો વરસાદ પડી રહ્યો છે અને પાંચ તાલુકાની અંદર સારો વરસાદ પડવાના કારણે સ્થાનિક જળાશયોમાં પણ પાણીની આવક થઇ હતી. અને ત્યાં સુધીમાં વરસાદના કારણે કોઇપણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. જોકે આજે બપોરના સમયે વરસાદે વિરામ લીધા બાદ પાણીનો નિકાલ બંધ હોવાના કારણે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છોનગરની બાજુમાં ખુલ્લા પ્લોટના વડાની બાજુમાં ઝૂંપડા બનાવીને રહેતા મજુરોના ઝુપડા ઉપર દીવાલ ધસી પડી હતી.
ભાજપનું સદસસ્યતા અભિયાન 20 ઓગસ્ટ સુધી લંબાવાયું, આ સેલેબ્સ પણ જોડાયા
દિવાસ ધસી પડવાના કારણે ઝુંપડામાં રહેતા એમપીના મજૂરો પૈકીના બાર જેટલા લોકો તે દિવાલ નીચે દબાઈ ગયા હતા જેથી જેસીબીની મદદથી તાત્કાલિક તૂટેલી દિવાલના દૂર કરવા માટેની કામગીરી અને સ્થાનિક લોકો દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આ અંગેની જાણ વહીવટીતંત્ર કરવામાં આવી હતી. જોકે તંત્રવાહકો ઘટનાસ્થળે પહોંચે અને ખીલ દૂર થાય ત્યારે પહેલા નીચે દબાઇ જવાના કારણે કુલ મળીને આઠ જેટલા લોકોના મોત નિપજ્યા હતા અને ચાર વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ તેઓને ઇજાઓ થઇ હોવાથી સારવારમાં ખસેડાયા છે.
આજથી મુખ્યમંત્રી રૂપાણી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં રશિયાના પ્રવાસે
આજે મચ્છુનગર પાસે દીવાલ પડી ગઈ હતી જેથી કરીને મોરબીમાં મજુરી કામ કરીને રોજગારી મેળવવા માટે આવેલા અને ઝુપડા બનાવીને રહેતા એક જ પરિવારના ચાર વ્યક્તિના મોત નીપજ્ય છે. તેમજ અન્ય ચાર વ્યક્તિ મળીને હાલમાં આઠ વ્યક્તિઓના મોત થયા છે જો કે, ચાર મજુરોને સર્વરમાં ખેસડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમણે વરસાદી પાણીનો કુદરતી નીકળ હતો તે બંધ થઇ ગયો હોવાથી મચ્છુની કેનલ ઓવર ફલો થતા કેનાલનું પાણી ખુલ્લા પ્લોટના વંડામાં ભરવા લાગ્યું હતું. અને વરસાદે વિરામ લીધા પછી ભારે પવન ઉપાડ્યો હતો.
Breaking : મોરબીમાં દીવાલ પડતા 7ના મોત, પોરબંદરમાં 3 માછીમારો ડૂબ્યા
ઉલેખનીય છે કે, વરસાદ દરમ્યાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવા સિવાય બીજો કોઈ અનિચ્છનીય બનવા જીલ્લામાં બન્યો ન હતો. જેથી તંત્રએ વરસાદે વિરામ લેતાની સાથે જ રાહતનો શ્વાસ લીધો હતો જો કે, દીવાલ પડવાના લીધે આ વર્ષે ચોમાસા દરમ્યાનની સૌરાષ્ટ્રની સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મૃતકોના નામ
તેજલબેન શેનું ભાઈ ખરાડી
અલ્કેશ શેનું ભાઈ ખરાડી
લલીતા શેનું ભાઈ ખરાડી
કમલાબેન શેનું ભાઈ ખરાડી
વિહેશ ભૂંડાભાઈ ડામોર
કવિતા વિહેશભાઈ ડામોર
આશાબેન પુંજાભાઈ આંબલીયા
કાળીબેન અબલુંભાઇ
જુઓ LIVE TV :