હિમાંશું ભટ્ટ/મોરબી: જિલ્લાના હળવદ તાલુકામાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેના શરીર ઉપર આરોપીએ બચકાં પણ ભર્યા હતા. જેથી કરીને આ બનાવની જાણ થતાની સાથે જ સગીરાના વાલી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં આરોપીને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાનો કલર બદલાયો! આ વિસ્તાર પર સૌથી મોટું જોખમ


મોરબી જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મના બનાવો અવાર નવાર સામે આવે છે. આવી જ એક ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સામે આવી છે. જેમાં ચિત્રોડી ગામે મજૂરી કામ કરવા માટે આવેલા શ્રમજીવી પરિવારની દીકરી ઘરે એકલી હતી, ત્યારે તેની એકલતાનો લાભ લઈને તેને બાજુના ખેતરની ઓરડીમાં લઈ જઈને તેની સાથે ગત તા 6 જૂનના રોજ રત્ના ભીમા ભરવાડ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. જેની હળવદ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ, પોકસો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે આ ગુનામાં તાત્કાલિક આરોપી રત્ના ભીમા ભરવાડ રહે. રતનપર વાળાની ધરપકડ કરવામાં આવી હતી.


વાવાઝોડાની દિશા જાણવા અજાણી લિંક પર ક્લિક ના કરતા, નહીંતર ખાતા પરથી પસાર થઈ બેલેન્સ


પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભોગ બનેલ સગીરાના માતા પિતા તે જ્યાં કામ કરતાં હતા તે ખેતરની બાજુમાં આવેલ વાડીએ ગયા હતા ત્યારે દીકરી ઘરે એકલી હતી અને તેની એકલતાનો લાભ લેવા માટે આરોપી તેને બાજુના ખેતરની ઓરડીમાં લઈને ગયો હતો અને ત્યાર સગીરાને છાતીના ભાગે આ હેવાને બટકાં ભરીને ઉઝરડા કરી નાખ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલ પરિવાર સવારે નવ વાગ્યે પોલીસ મથકે આવ્યો હતો.


2024ની તૈયારીઓ શરૂ! સિદ્ધપુરમાં અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસને લીધી આડે 'હાથ'


જો કે, સાંજે પાંચ વગાએ તેની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી હતી અને પોલીસે પહેલા આ બનાવમાં સમાધાન કરવા માટે વરવી ભૂમિકા ભજવી હતી. જોકે, પરિવારે ફરિયાદ કરવાનો આગ્રહ રાખ્યો હતો. જેથી કરીને અંતે ફરિયાદ લેવામાં આવી અને આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવેલ કરવામાં આવેલ છે. 


આગામી 5 દિવસ આ વિસ્તારોમા પડશે ભારેથી અતિભારે વરસાદ! વાવાઝોડાને લઈને અંબાલાલની આગાહી


અત્રે ઉલેખનીય છે કે, જે દીકરીની સાથે હાલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને તેની ફરિયાદ નોંધાયા પછી આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે તે જ દીકરી ૧૫ થી ૨૦ દિવસ પહેલા શાળાએ ચાલીને જતી હતી ત્યારે આ આરોપીએ તેને પકડીને તેના પ્રાઈવેટ પાર્ટ પર હાથ નાખ્યો હતો અને આ અંગે દિકરીએ માતાપિતાને વાત કરી હતી ત્યારે ઊહાપોહ પણ થયો હતો. જો કે ત્યારે ત્યારે સમાજના આગેવાનોએ સમાધાન કરાવેલ હતું. જો ત્યારે પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આ દુષ્કર્મની ઘટના ન બની હોત તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.


પતિ નોકરી ગયો'ને મિત્ર ઘરમાં ઘૂસ્યો, બે સંતાનની હાજરીમાં મહિલા સાથે માણ્યું શરીરસુખ