MORBI: હાઇવે પર ટેન્કર પલટી મારી ગયું, લોકોએ ડીઝલ લેવા માટે પડાપડી કરી
માળીયા હાઇવે પર કન્ટેનર પલટી જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જેમાં એક તરફ કન્ટેનરમાં ડીઝલ જેવું પ્રવાહી ભરેલું હતું. જેથી રોડ પર આ પ્રવાહી ઢોળાતા જ લોકોએ લુંટ ચલાવી હતી. આ પ્રવાહી ઘરે લઇ જવા માટે પડાપડી કરતા ટ્રાફીક જામની સ્થિતિમાં ઓર વધારો થયો હતો.
મોરબી : માળીયા હાઇવે પર કન્ટેનર પલટી જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જેમાં એક તરફ કન્ટેનરમાં ડીઝલ જેવું પ્રવાહી ભરેલું હતું. જેથી રોડ પર આ પ્રવાહી ઢોળાતા જ લોકોએ લુંટ ચલાવી હતી. આ પ્રવાહી ઘરે લઇ જવા માટે પડાપડી કરતા ટ્રાફીક જામની સ્થિતિમાં ઓર વધારો થયો હતો.
ડીઝલનું ટેન્કર પલટી ગયું હોવાની વાત ગામમાં વાયુવેગે ફેલાતા લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યાં હતા. પોતાના ઘરે જે પણ વાહન હોય તે લઇને ડીઝલ લૂંટવા માટે ઉમટી પડ્યાં હતા. પોલીસ પહોંચે તે પહેલા ગામલોકોએ લૂંટ ચલાવી હતી. મોરબી માળીયા હાઇવે પર સવારે આ દુર્ઘટના બની હતી.
ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને માહિતી મળતા જ તે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. દરમિયાન ઘટના સ્થળે હાજર લોકોનાં જણાવ્યા અનુસાર કન્ટેનરમાં ડીઝલનાં બેરલ ભરેલા હતા. જે અકસ્માત બાદ ઢોળાઇ ગયા હતા. જેના કારણે નજીનાં ગ્રામજનોએ ડીઝલ માટે લૂંટ ચલાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube