મૌલિક ધામેચા, મોરબી: હળવદના સાગર સ્લોટ કારખાનામાં દીવાલ ધસી પડતા 12 શ્રમિકોના મોત થયા હતા. 12 શ્રમિકોના મોતને પગલે ગ્રામજનો દ્વારા આજે સ્વયંભૂ બંધ પાડ્યું હતું. ત્યારે ગ્રામજનોના મોતથી હળવદમાં આક્રંદ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા પ્રાર્થના સભા પણ રાખવામાં આવી હતી. જ્યાં વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટના
મોરબી જિલ્લાના હળવદ તાલુકાની જીઆઇડીસીમાં બપોરે 12 વાગ્યાની આસપાસ સાગર સોલ્ટ કારખાનામાં દીવાલ તૂટી પડતા 30 થી વધુ લોકો દટાયા હતા. જો કે, ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જે બાદ સ્થાનિકો તમામને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ ઘટનામાં 12 શ્રમિકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અન્ય તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


'હાર્દિકની કુંડળીમાં ફરી શરૂ થયો રાજકીય પ્રગતિનો યોગ, યોગ્ય નિર્ણય લેશે તો આસમાને ચમકશે'


જો કે, હળવદ સાગર સોલ્ટમાં અકસ્માતમાં 12 શ્રમિકોના મોતને પગલે ગ્રામજનોએ બંધ પાડ્યો હતો. હળવદ માર્કેટ આજે સ્વયંભૂ બંધ પાડ્યો હતો. ગ્રામજનોના મોતથી હળવડમાં આક્રંદ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે ગ્રામજનો દ્વારા સવારે 10 વાગે પ્રાર્થના સભા પણ રાખવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય પ્રાર્થના સભામાં દિવંગતોને શ્રધ્ધાંજલી આપવા માટે પહોંચ્યા હતા.


શું દયાબેન બાદ હવે તારક મહેતા શાને અલવિદા કહી રહ્યા છે તારક? પ્રોડ્યુસરે કર્યો મોટો ખુલાસો


તો બીજી તરફ સાગર હળવદની જીઆઇડીસીમાં આવેલા સાગર સોલ્ટ કારખાનામાં ત્રણ ભાગીદારો છે. જેમાં પ્રથમ ભાગીદાર આત્મારામ ચૌધરી, બીજો ભાગીદાર રાજેશ જૈન અને ત્રીજો ભાગીદાર લખાભાઈ લોલાડીયા છે. ત્રણેય ભાગીદારો પૈકી એક ભાગીદાર આત્મારામ ક્રિષ્નારામ ચૌધરી ઉ.વર્ષ. 28 મૂળ રાજસ્થાનનો છે પરંતુ હાલ તે હળવદનો રહેવાસી છે. ત્યારે સ્થાનિક પોલીસ અને SOG ટીમે અકસ્માતે મોત અંગે તપાસ શરૂ કરી છે.


નરેશ પટેલે એવું તો શું માંગી લીધું કે કોંગ્રેસના નેતાઓએ ચાલતી પકડી, બેઠક રહી નિષ્ફળ


ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં જીવ ગુમાવનાર તમામ શ્રમિકોના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 4 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પીએમઓ દ્વારા મૃતકોના વારસદારને 2 લાખ રૂપિયા અને પ્રત્યેક ઇજાગ્રસ્તને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube