મોરબી : ઉદ્યોગકારો છેલ્લા ઘણા વર્ષોથી ચાઇનાને સિરામિક પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં હંફાવી રહ્યા છે. તેની સાથોસાથ હવે સિરામિક પ્રોડક્ટમાં જરૂરી એવા ટોઇલેટ સીટ કવર સહિતની એસેસરીઝના ઉદ્યોગમાં પણ ભારતના ઉદ્યોગકારો ચાઇનાને ટક્કર આપી રહ્યા છે. આજની તારીખે મોરબીની આસપાસમાં તેનું ઉત્પાદન થવા લાગ્યું હોવાથી ભારતની અંદર એક્સપોર્ટ થતી સિરામિક એસેસરીઝમાં લગભગ ૮૦ ટકાથી વધુનો ઘટાડો થઈ ગયો છે. જેની સીધી અસર ચાઇના પર પડી છે. ભારતની અંદર બનતી આ પ્રોડક્ટ હાલમાં ભારતના દરેક રાજ્યની અંદર તેમજ વિદેશમાં પણ એક્સપોર્ટ થવા લાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી કે જેને સીરામીક ઇન્ડસ્ટ્રીઝનું હબ કહેવામા આવે છે, ત્યાં નાના-મોટા ૧૦૦૦ જેટલા સિરામિક યુનિટો કાર્યરત છે. વિશ્વમાં સૌથી વધુ સિરામિક ટાઇલ્સ ઉત્પાદનમાં બીજા ક્રમે મોરબીમાં કરવામાં આવે છે. આજની તારીખે મોરબી ચાઇનાને સિરામિક ટાઇલ્સના ઉત્પાદનમાં હંફાવી રહ્યું છે. મોટાભાગના દેશોની અંદર મોરબી સિરામિક ટાઇલ્સ સપ્લાઇ થાય છે, તેની સાથોસાથ જો વાત કરીએ તો સેનેટરી વેર્સ સાથે વપરાતા ટોઇલેટ સીટ કવર સહિતની અન્ય એક્સેસરીઝ જે અત્યાર સુધી ચાઇનાથી મોરબી સહિત ભારતમાં એક્સપોર્ટ કરવામાં આવતી હતી. તેનું ઉત્પાદન જ મોરબીમાં થવા લાગ્યું છે. ટોઇલેટ સીટ કવર તેમજ સિરામિક એસેસરીઝના ઉત્પાદનમાં મોરબીના ઉદ્યોગકારોએ ચાઇનાને ટક્કર આપી હોવાથી આજની તારીખે ચાઇનાનું ૮૦ ટકાથી વધુનું માર્કેટ ડાઉન થઈ ગયું છે.


જો તમે ધંધો ચાલુ કરવા માંગો છો તો આ સુવર્ણ તક છે, કાલે CM પોતે કરશે ખાસ સમિટનું ઉદ્ધાટન


મોરબીના ઉદ્યોગકારો પોતાની કોઠાસુઝથી ન બની શકે તેવી પ્રોડક્ટને પણ મોરબીના આંગણે બનાવી રહ્યા છે. દેશ વિદેશ સુધી પહોંચાડી રહ્યા છે, ત્યારે આમ જોવા જઈએ તો સીરામીક પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે વપરાતી તમામ સામગ્રીઓ મોરબી બહારથી આવે છે. તેમ છતાં પણ સીરામીકનું મોરબીમાં ઉત્પાદન થાય છે તેવી જ રીતે હાલમાં સિરામિક સેનેટરી વેર્સ સાથે ઉપયોગમાં લેવામાં આવતી જરૂરી એસેસરીઝ તેમાં ટોઇલેટ સીટ કવર માટે વપરાતા પ્લાસ્ટિકના દાણા અને અન્ય મશીનરી કે જેમાં આ પ્રોડક્ટને બનાવવામાં આવે છે તે તમામ વસ્તુઓ ભરતની ન હોવા છતાં આજની તારીખે મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ ૪૫ જેટલા કારખાના કાર્યરત થઇ ગયા છે. ખાસ કરીને મહિલાઓને રોજગારી મળી રહી છે. આજની તારીખે મોરબીની આસપાસના વિસ્તારમાં દરરોજ લગભગ ત્રણથી વધુ ટોઇલેટ સીટ કવર અને અન્ય એસેસરીઝ બનાવે છે. જેને ભારતના દરેક રાજ્યમાં તેમજ વિદેશમાં સપ્લાઇ કરવામાં આવે છે. આત્મનિર્ભર ભારત સરકારને આ ઉદ્યોગ મોટી કમાણી આપી રહ્યો છે સાથોસાથ રોજગાર પણ આવી રહ્યો છે. 


ભાવનગર PARIS ને પણ આપશે ટક્કર, મુખ્યમંત્રીએ ખાસ પ્રોજેક્ટને આપી મંજૂરી


મોરબીમાં રફાળેશ્વર, પીપળી રોડ તેમજ અન્ય વિસ્તારની અંદર આવેલા સિરામિક એસેસરીઝ માટેના યુનિટીની અંદર બનતી પ્રોડક્ટને હાલમાં આફ્રિકન કન્ટ્રી તેમજ મિડલ ઈસ્ટના દેશોમાં તેમજ ભારતના દરેક રાજ્યની અંદર સપ્લાય કરવામાં આવે છે. આગામી દિવસોમાં હજુ પણ આ ઉદ્યોગનો વિકાસ થાય તેવું અહિંસા ઉદ્યોગકારોને દેખાઈ રહ્યું છે. જે રીતે સિરામિક ઉદ્યોગની અંદર નવી ટેકનોલોજીની તાત્કાલિક ઉદ્યોગકારો આવકારી રહ્યા છે, તેવી જ રીતે આ સિરામિક એસેસરીઝ માટેની ઇન્ડસ્ટ્રીઝમાં પણ નવી ટેકનૉલોજિ આવી રહી છે તેને પણ અહીંના ઉદ્યોગકારો દ્વારા માર્કેટનો અભ્યાસ કરીને તાત્કાલિક માર્કેટની જરૂરિયાત મુજબ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને દિવસેને દિવસે આ ઉદ્યોગ પણ વિકસી રહ્યો છે. આજની તારીખે ન માત્ર ભારત પરંતુ આ ઉદ્યોગમાં મોરબીના ઉદ્યોગકારો ચાઇનાને સીધી ટક્કર મારી રહ્યા છે. જેથી કરીને અન્ય દેશોમાં પણ ચાઇનાનું માર્કેટ લગભગ ૬૦ ટકા ઘટી ગયું છે અને મોરબીનું સિરામિક એસેસરીઝ તેમજ સીટ કવરનું મોરબીનું માર્કેટ છેલ્લા વર્ષોમાં ૬૦ ટકા વધી ગયું છે.


ગુજરાતમાં કોરોનાનો 1,2 કા 4 નો ખેલ, સીધા જ 2265 કેસ થઇ જતા હાહાકાર, 28 જિલ્લામાં કોરોનાનો ફૂંફાડો


છેલ્લા ઘણા વર્ષોથી મોરબીનો સિરામિક ઉદ્યોગ તેમજ ઘડીયાળ ઉદ્યોગ ચાઇનાને સીધી ટક્કર આપી રહ્યો છે. દેશવિદેશમાં મોરબીની આ પ્રોડક્ટને અહીંના ઉદ્યોગકારો વેચી રહ્યા છે અને તેની સાથોસાથ જ વાત કરીએ તો ટોઇલેટ સીટ કવર અને સિરામિક એસેસરીઝનું ઉત્પાદન પણ હવે મોરબીના આંગણે થવા લાગ્યુ છે. મોરબીમાં જે ઉત્પાદન થાય છે તેની ગુણવત્તા ચાઇના માલ કરતાં સો ટકા વધુ સારી હોય છે. જેથી કરીને આજે ન માત્ર ભારત પરંતુ જુદા જુદા દેશની અંદર પણ મોરબીના ઉદ્યોગકારો પાસેથી વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા માલની ખરીદી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના પછી ચાઇનાના મોટાભાગના ઉદ્યોગને ઝટકો લાગેલ છે. ત્યારે અહીના ઉદ્યોગકારો કોઠાસુઝથી હાલમાં ચાઇનાને ટોઇલેટ સીટ કવર અને સિરામિક એસેસરીઝના ઉદ્યોગમાં પણ મહાત આપી રહ્યા છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube