Morbi Bridge Collapse : મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખભાઈ પટેલના રેગ્યુલર જામીન માટેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપીના વકીલે પાલિકાની મિલકત છે તો પણ પાલિકાએ કયારે પણ જેવા આરોપી મૂકવામાં આવે છે તે બાબતે કોમ્યુનિકેશન કર્યું નથી તેવી દલીલ કરી હતી જો કે, સરકારી વકીલે અગાઉ જે નવ આરોપીની જામીન અરજી મૂકવામાં આવી હતી તેમાં તેઓ જયસુખભાઇ પટેલની સૂચના મુજબ કામ કરતાં હોવાનું કહ્યું હતું જેથી તે મુખ્ય આરોપી હોય તેને જામીન મુક્ત કરી શકાય નહીં તેવી દલીલ કરેલ છે અને આગામી શુક્રવારે આ જામીન અરજીનો ચુકાદો આવશે તેવું સરકારી વકીલે જણાવ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં દિલ્હી શ્રદ્ધા મર્ડર કેસ જેવો બનાવ, મિત્રની લાશના ટુકડા કરી કચરામાં ફેંક્ય


મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે. દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામા આવ્યું છે તેની સામે ૭.૩૧ કરોડ કોર્ટમાં જમા કરવામાં આવ્યા છે અને આ સપ્તાહના અંત સુધીમાં બાકીના ૭.૩૧ કરોડ રૂપિયા પણ જમા કરવી દેવામાં આવશે તેવું આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જમીન અરજીની સુનાવણીમાં તેના વકીલ દ્વારા કરવામાં આવ્યું છે. 


તમારા ધારાસભ્યો વિધાનસભામાં બેસી શું કરે છે તે લાઈવ જોઈ શકશો, લોન્ચ થઈ Youtube ચેનલ


આજે જે દલીલ કરવામાં આવી હતી તેમાં જયસુખ પટેલના વકીલ ઋતુરાજ નાણાવટીએ જણાવ્યું કે, ૧૫ વર્ષથી ઝુલતો પુલ ઓરેવા ગ્રૂપ પાસે હતો, આ દરમ્યાન કયારે પણ પાલિકાએ રિનોવેશન માટે કર્યું નથી, રિપેરિંગ કામ થયું હતુ ત્યારે પાલિકાની મિલકત હોવા છતાં અધિકારી કે પદાધિકારીએ ઇન્સ્પેક્શન કર્યું નથી, કોઈ પણ પ્રકારની સૂચના આપેલ નથી, ચાલુ કરતાં પહેલા સર્ટિફિકેટ લેવાનું તેવું એમઓયુમાં લખવામાં આવ્યું નથી કે સૂચના પણ આપવામાં આવી ન હતી. અગાઉ રાજકોટમાં હેરિટેજ બિલ્ડીંગ જામટાવરનું રિનોવેશન જયસુખભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી કરીને જે તે સમયે રાજકોટના કલેકટરે જયસુખભાઇ પટેલને સામેથી મોરબીના હેરિટેજ ઝૂલતા પુલને મેન્ટેનન્સ માટે જવાબદારી સોપવામાં આવી હતી આટલું જ નહીં આ પુલ ઉપર કેટલા લોકોને આવવા જવા દેવાના છે તેવું કશું જ પાલિકાના રેકર્ડ ઉપર આવેલ નથી.


પાટીદારોના કુળદેવી મા ઉમિયાનું આ છે સૌથી પહેલું મંદિર, રોજ દર્શન કરવા લાગે છે લાઈન


જો કે, સરકારી વકીલ એસકે વોરાએ કહ્યું હતું કે, આ કેસમાં પકડાયેલા કુલ ૧૦ પૈકીનાં નવ આરોપીઓની અગાઉ જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તેઓએ જયસુખભાઇ પટેલની સૂચના મુજબ કામ કર્યું હોવાનું કયું હતું અને તે તમામ આરોપીના જામીનની અરજીને રદ્દ કરવામાં આવેલ છે ત્યારે મુખ્ય આરોપી જયસુખભાઇ પટેલને જામીન આપી શકાઈ નથી જો તેને જામીન આપવામાં આવે તો બાકીના આરોપીને પણ જામીન મળી જશે અને કેસને નુકશાન થાય તેવી શક્યતા છે. 


દાદાના દમદાર 100 દિવસ : આ નિર્ણયોથી પાટીદાર મુખ્યમંત્રીએ ગુજરાતમાં સપાટો બોલાવ્યો