મોરબી: ZEE 24 કલાક પાસે મોરબી દુર્ઘટના મામલે મોટા પુરાવો હાથ લાગ્યો છે. ઓરેવા ગ્રુપ અને મોરબી પાલિકાના સભ્યો સીધા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. સામાન્ય સભામાં ઠરાવ કર્યા વગર કોન્ટ્રાકટ ઓરેવા ગ્રુપને આપી દેવાયો હોવાનો ખુલાસો થયો છે. શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયાએ કહ્યું છે કે કોઈને પણ છોડવામાં આવશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કોન્ટ્રાકટ ઓરેવા કંપનીને અપાયો હોવાનો ખુલાસો સામે આવતા ખળભળાટ મચ્યો છે. જેમાં સામે આવ્યું છે કે કરાર નોટરી સમક્ષ થવો જોઈતો હતો. જે સ્ટેમ્પ પેપર પર આપી દેવાયો છે. કરારમાં સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવાનો ઉલ્લેખ છે. પરંતુ અહીં તો પાલિકાના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓએ ઠરાવ વગર કોન્ટ્રાકટ આપ્યો હોવાનું સામે આવ્યું છે.


ઓરેવા ગ્રુપ અને મોરબી પાલિકા વચ્ચે થયેલા કરારમાં મોરબી પાલિકાના પદાધિકારીઓની સહી છે. મોરબી પાલિકા પ્રમુખ કે.કે. પરમારની કરાર પર સહી કરી છે. પાલિકા ઉપ પ્રમુખ જયરાજ સિંહ જાડેજાની પણ કરાર પર સહી છે. આ સિવાય ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ પણ કરાર પર સહી કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube