ગૌરાંગ દવે/રાજકોટ :મોરબી હોનારતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે 9 પૈકી ચાર આરોપીઓ ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, પ્રકાશ પરમાર અને દેવાંગ પરમારના 5 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે જ્યારે અન્ય પાંચ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે..પોલીસે જજ સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું છે. FSL રિપોર્ટમાં જે પ્રમાણેના ખુલાસા થયા છે. તેમા ઓરેવા કંપનીએ 29 લાખનો ફેબ્રિકેશનનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. આ સિવાય DYSPએ નિવેદન આપતા જણાવ્યું કે 2007 અને 2022માં મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ માટે ટેન્ડરીન્ગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મેન્ટેનન્સ રિપેરિંગના નામે માત્ર પ્લેટફોર્મ બદલવામાં આવ્યા છે..પેટા કોન્ટ્રાકટ પૈકીના 4 આરોપીઓ ટેક્નિકલ ડિગ્રી ધરાવતા નથી કે ટેક્નિકલ વસ્તુઓ જાણતા નથી તેમ પોલીસે નિવેદન આપ્યું છે. જે જે મુલાકાતીઓ પુલ પર જતાં હતા..તેમાં કોઈને પણ લાઈફ જેકેટ આપવામાં નહોતા આવ્યા...FSL રિપોર્ટમાં પણ અનેક ખુલાસા થયા છે. જ્યાંથી કેબલ તૂટ્યો તે જગ્યાએ  નબળો પડેલો અને કાટ લાગેલો હતો..કેબલનું કામ બરાબર થયું હોત તો આ ઘટના ના બની હોત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ, FSL રિપોર્ટમાં પણ અનેક ખુલાસા થયા છે. જ્યાંથી કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો પડેલો અને કાટ લાગેલો હતો. કેબલનું કામ બરાબર થયું હોત તો આ ઘટના ના બની હોત. તંત્રની મંજૂરી વગર જ બ્રિજ ઓરેવા કંપનીએ શરૂ કરી દીધો હતો. 


આ પણ વાંચો : મોરબીની ઘટનાએ ઝાલાવાડિયા પરિવારને વ્રજઘાત આપ્યો, નવદંપતીનું લગ્નના પાંચ મહિનામાં મોત


વર્ષ ૨૦૦૭માં ઓરેવા કંપનીએ વિશ્વકર્મા ફેબ્રિકેશનને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ત્યારે સવાલ એ છે કે તે સમયે પ્રકાશ પાસે એન્જિનિયરીંગની કોઇ લાયકાત ન હતી, છતા કોન્ટ્રાક્ટ કઇ રીતે આપ્યો ? ૨૦૨૨માં દેવ પ્રકાશ ફેબ્રિકેશન કે જેનું સંચાલન પ્રકાશ પરમારના પુત્ર દેવાંગ કરતા હતા જે માત્ર ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. લાયકાત વગરની વ્યક્તિઓને બ્રિજનું કામ કઇ રીતે સોંપાયું તેના પર તપાસ કરાય. બ્રિજ ૨૦૦૭માં તૈયાર કરાયો હતો, ત્યારે એલ્યુમિનીયમની ત્રણ લેયર કરવામાં આવી હતી, જે બાદ ૨૦૨૨માં ફરી એલ્યુમિનિયયમની ચાર લેયરનું પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું. આ સમયે જેના પર બ્રિજ ઉભો છે તેની ચકાસણી કેમ ન કરવામાં આવી?



ઓરેવા કંપની વતી દિપક પારેખ ફેબ્રિકેશન કંપની સાથે વાર્તાલાપ કરતો હતો અને મટીરીયલ્સની ખરીદી કરતા હતા, ત્યારે કોના કહેવાથી આ કોન્ટ્રાક્ટ અપાયો તે તપાસનો વિષય છે. જે મટીરીયલ્સની ખરીદી કરાઇ હતી તેની ચકાસણી કરવામાં આવી હતી તે કેમ ? કોઇપણ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ ખુલ્લો મુકતા પહેલા ગેરીની મંજૂરી લેવી પડે છે. (ગેરી બ્રિજના ફિટનેસ આપતી સંસ્થા છે, વડોદરામાં છે) ગેરીની મંજૂરી લેવી પડે જે લેવામાં કેમ નથી આવી તેના પર તપાસ કરાય. 


મેનેજરે જયસુખ પટેલનું નામ લીધું 
કોર્ટમાં ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખે કોર્ટ સમક્ષ પ્રથમ વખત જ એમ.ડી. જયસુખ પટેલનું નામ લીધું હતું. અગાઉ પોલીસ સમક્ષ દિપક પારેખે જયસુખ પટેલનું નામ નહોતું લીધું. મોરબી દુર્ધટના કેસમાં પોલીસે ૯ પૈકી ૪ આરોપીઓના ૧૦ દિવસની રિમાન્ડની માંગ કરી હતી. જેમાં 4 આરોપીઓના 5 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. તો 5 આરોપીઓને સીધા જેલ હવાલે કરાયા છે. જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, પ્રકાશ પરમાર અને દેવાંગ પરમારના રિમાન્ડ મંજૂર કરાયા છે. 


કેબલ ન બદલાયા, માત્ર ફ્લોરીંગ બદલાયુ હતું 
સરકારી વકીલ હર્ષેન્દુ પંચાલે જણાવ્યું કે, કેબલ બદલાયા નથી, માત્ર ફ્લોરીંગ બદલાયુ છે. ફ્લોર લેયરના વજનના કારણે કેબલ બ્રિજ તૂટ્યો. રીપેરિંગના નામે માત્ર પ્લેટફોર્મ બદલવામાં આવ્યા હતા. તપાસ ચાલુ છે. આગળ તપાસ કરાશે તો વધુ માહિતી મળાશે, એફએસએલ રિપોર્ટ હજી ખોલાયો નથી, માત્ર તેનો ઉલ્લેખ કરાયો છે. 


ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત કરી હતી અને ઝુલતા પુલ હોનારતની સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદીએ સૌથી પહેલાં દુર્ઘટના સ્થળની મુલાકા લીધી. જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટના કેવી રીતે બની હતી તેની જાણકારી આપી. પુલ કઈ જગ્યાથી તૂટ્યો છે. પાણીમાં રેસ્ક્યૂ ઓપરેશન સહિતના અલગ અલગ વિષય પર પીએમ મોદીને માહિતી આપી છે. જે પછી પીએમ મોદી રેસ્ક્યૂ ટીમની મુલાકાત કરી હતી. સુરક્ષા અને બચાવ દળની કામગીરી વિષયે પીએમ મોદીએ માહિતી મેળવી. જે પછી પીએમ મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્ત દર્દીઓ સાથે પીએમએ મુલાકાત કરી. તેમની વેદના સાંભળી અને સાંત્વના આપી છે. પીએમ મોદી હોસ્પિટલમાં ડોક્ટરો સાથે પણ વાતચીત કરી છે. જે પછી એસપી કચેરી ખાતે રિવ્યૂ બેઠક પણ કરી હતી. પીએમ મોદીએ રિવ્યુ બેઠકમાં સંપૂર્ણ ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શિતા સાથે તપાસ થવી જોઈએ તેમ આદેશ આપ્યા છે.