ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ મોરબીમાં આવેલી મચ્છુ નદી પરના ઝૂલતા પુલની હોનારતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. રવિવારનો દિવસ મોરબી સહિત સમગ્ર ગુજરાત માટે ગોઝારો સાબિત થયો છે. અત્યાર સુધી આ ઘટનામાં 140થી વધારે લોકોના મોત થઈ ચૂક્યાં છે. હજુ ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આ હદ્રયદ્રાવક ઘટનાએ મચ્છુ ડેમ દુર્ધટનાની યાદ તાજી કરાવી છે. જોકે, ઘણાં ઓછા લોકોને ખબર હશે કે મચ્છુ ડેમ હોનારત વખતે હાલ જેઓ દેશના પ્રધાનમંત્રી છે તે નરેન્દ્ર મોદી તે સમયે રાષ્ટ્રિય સ્વંય સેવક સંઘના એક કાર્યકર તરીકે અહીં બચાવકાર્ય કરતા હતાં. મચ્છુ ડેમ હોનારત બાદ તુરંત તે સમયે આરએસએસની ટુકડીઓ અહીં બચાવકાર્યમાં જોતરાઈ ગઈ હતી. તે સમયે નરેન્દ્ર મોદી આ આરએસએસની બચાવકાર્ય કરતી ટુકડીનું નેતૃત્વ કરતા હતાં.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube