ઝી મીડિયા, અમદાવાદ: મોરબી માટે ગઈકાલનો રવિવારનો દિવસ બ્લેક સંડે બની ગયો. આન બાન અને શાન ગણાતા ઝૂલતા પૂલની તૂટવાની ઘટનાએ રાજ્ય સહિત દેશને સ્તબ્ધ કરી દીધા છે. 500થી વધુ લોકો પૂલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા જેમાં અત્યાર સુધીમાં 141 થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. હજુ અને લોકો ગૂમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ યુદ્ધ સ્તરે કામગીરી કરી રહી છે. પીએમ મોદી પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી આવતી કાલે બપોર પછી મોરબીની મુલાકાત લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી મોરબીની મુલાકાત લેશે
ઝી 24 કલાકને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ પ્રધાનમંત્રી આવતી કાલે 1 તારીખે બપોર પછી મોરબીની મુલાકાત લેશે. પીએમ મોદીના રાજકીય કાર્યક્રમો (ચૂંટણીલક્ષી કાર્યક્રમો) રદ્દ કરાયા છે જો કે વિકાસલક્ષી અને લોકાર્પણના કાર્યક્રમો યથાવત રહેશે. તેઓ મોરબીમાં દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે. પીડિતોના પરિજનોને પણ પીએમ મોદી મળશે. 


9 લોકોની અટકાયત
મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોની અટકાયત થઈ છે. બ્રિજના પ્રબંધક, મેઈન્ટનેન્સ સંભાળનારા લોકોની અટકાયત થઈ છે. જિલ્લા પોલીસની ટીમની સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. બ્રિજ 35 વર્ષ માટે ભાડાથી લિઝ પર અપાયો હોવાનું સામે આવ્યું છે. અત્રે જણાવવાનું કે રવિવારે મોરબીમાં 400થી વધારે લોકો ઝૂલતા પુલ પરથી નદીમાં પટકાયા. 7 મહિના પુલનું કામ ચાલ્યું હતું અને 5 દિવસમાં જ પુલ તૂટી ગયો. 60 ફૂટ ઉંચો પૂલ 2 કરોડના ખર્ચે  બનાવાયો હતો. ઓરેવા ટ્રસ્ટે આ ઝૂલતા પૂલનું સમારાકમ કર્યું હતું. 15 વર્ષની ગેરંટી પણ આપવામાં આવી હતી. પણ પૂલ તો 5 દિવસમાં જ તૂટી પડ્યો. 


જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube