MORBI: કોંગ્રેસ આગેવાન પર જીવલેણ હૂમલો, વિરોધ માટે મૌન રેલીને તંત્ર દ્વારા મંજૂરી જ ન અપાઇ
શહેરમાં કોંગ્રેસના આગેવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેથી કરીને કોંગ્રેસ દ્વારા આજે મૌન રેલી કાઢવાનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે આ મૌન રેલીની મંજૂરી માટે તંત્ર દ્વારા આંટીઘૂંટીઓ ઊભી કરી દેવામાં આવી હતી. જેથી કરીને મંજૂરી મળતાં લગભગ દોઢ કલાક કરતાં વધુ સમય વીતી ગયો હતો. જેથી કરીને અંતે કોંગ્રેસના આગેવાનો દ્વારા મૌન રેલીને રદ કરવામાં આવી હતી. જો કે, તંત્ર વાહકોના કહેવા પ્રમાણે મંજૂરી માટે જરૂરી અભિપ્રાય સાથે અરજી આવેલ નથી. હજુ સુધી મંજૂર કરવામાં આવેલ નથી અને અરજી આવશે પછી યોગી કાર્યવાહી કરવામાં આવશે.
મોરબી : શહેરમાં કોંગ્રેસના આગેવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેથી કરીને કોંગ્રેસ દ્વારા આજે મૌન રેલી કાઢવાનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે આ મૌન રેલીની મંજૂરી માટે તંત્ર દ્વારા આંટીઘૂંટીઓ ઊભી કરી દેવામાં આવી હતી. જેથી કરીને મંજૂરી મળતાં લગભગ દોઢ કલાક કરતાં વધુ સમય વીતી ગયો હતો. જેથી કરીને અંતે કોંગ્રેસના આગેવાનો દ્વારા મૌન રેલીને રદ કરવામાં આવી હતી. જો કે, તંત્ર વાહકોના કહેવા પ્રમાણે મંજૂરી માટે જરૂરી અભિપ્રાય સાથે અરજી આવેલ નથી. હજુ સુધી મંજૂર કરવામાં આવેલ નથી અને અરજી આવશે પછી યોગી કાર્યવાહી કરવામાં આવશે.
Surat: હીરા વેપારીને રસ્તા વચ્ચે રોકીને માર માર્યા બાદ તેની જ ગાડી લઇને ફરાર થઇ ગયા
મોરબી શહેરમાં ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના આગેવાન વચ્ચે મારામારી થયા બાદ કોંગ્રેસના આગેવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી નેહરુ ગેઇટ ચોક સુધીની મૌન રેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. તેના માટે તેને કોંગ્રેસ દ્વારા જરૂરી મંજૂરી પણ વહીવટીતંત્ર પાસે માગવામાં આવી હતી.
Elections Breaking : આવતીકાલે સ્મૃતિ ઈરાની રાજકોટમાં 2 સભા ગજવશે
જો કે વહીવટી તંત્ર દ્વારા આ મૌન રેલી માટે મંજૂરીમાં આંટીઘૂંટીઓ ઊભી કરવામાં આવી હતી. જેથી કરીને લગભગ દસ વાગ્યે રેલી યોજાવાની હતી. સાડા અગિયાર વાગ્યા સુધી મંજૂરી ન મળતા અંતે કોંગ્રેસના આગેવાનો દ્વારા મૌન રેલી માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં નહિ આવે તેવા આક્ષેપ સાથે મૌન રેલી રદ કરવામાં આવી હતી. ટંકારાના ધારાસભ્ય અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલીતભાઇ કગથરા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વહીવટીતંત્ર દ્વારા તેઓને રેલીની મંજૂરી આપવામાં આવશે નહિ. જો સીઆર પાટીલને રેલી કાઢવાની હોય તો ગમે તેટલ લોકો મંજૂરી આપે છે, આવી જ રીતે ગઇકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપના કોઈપણ આગેવાનો દ્વારા કાર્યક્રમ કરવામાં આવે તો તેમાં મંજૂરીની જરૂર નથી હોતી તેવો આક્ષેપ પણ કોંગ્રેસના ધારાસભ્યએ કરેલ છે.
Panchmahal ના કાલોકમાં બે બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો
જોકે આ રેલીને પોલીસ વિભાગમાંથી અભિપ્રાય સાથેની અરજી કલેકટર સુધી પહોંચી જ નથી માટે મંજૂરી આપવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. કોંગ્રેસની મૌન રેલીને મંજૂરી આપવાની હતી?, ન આપવાની હતી ?, આપી હતી ? કે ન આપી હતી તે સવાલોના જવાબ મળે તે પહેલા જ કોંગ્રેસ દ્વારા રેલીને રદ કરીને કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે જ પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube