આવા પાડોશીથી સાવધાન, અંધારુ પડતા જ ઘરમાં ઘૂસી ગયો...
મોરબીના શનાળા રોડ ઉપર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા આધેડ ઘરે એકલા હતા ત્યારે તેની પાડોશમાં રહેતો શખ્સ ચોરી કરવા માટે તેમના ઘરમાં ઘૂસયો હતો. પાડોશી ચોરી કરતો હતો ત્યારે ઘરમાં હાજર રહેલા વૃદ્ધ તેને જોઈ ગયા હતા. જેથી ચોરી કરવા માટે આવેલા શખ્સે વૃદ્ધને માથાના ભાગે બોથડ પદાર્થ અને શરીરે તીક્ષ્ણ હથિયાર વડે ઇજાઑ કરી હતી. જેથી વૃદ્ધનુ મોત થયુ હતું. પોલીસે હાલમાં મૃતકની દીકરીએ ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે.
હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબીના શનાળા રોડ ઉપર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા આધેડ ઘરે એકલા હતા ત્યારે તેની પાડોશમાં રહેતો શખ્સ ચોરી કરવા માટે તેમના ઘરમાં ઘૂસયો હતો. પાડોશી ચોરી કરતો હતો ત્યારે ઘરમાં હાજર રહેલા વૃદ્ધ તેને જોઈ ગયા હતા. જેથી ચોરી કરવા માટે આવેલા શખ્સે વૃદ્ધને માથાના ભાગે બોથડ પદાર્થ અને શરીરે તીક્ષ્ણ હથિયાર વડે ઇજાઑ કરી હતી. જેથી વૃદ્ધનુ મોત થયુ હતું. પોલીસે હાલમાં મૃતકની દીકરીએ ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે.
મોરબી શહેર અને જિલ્લામાં ક્રાઇમની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. લોકોએ કલ્પના પણ ન કરી હોય તેવા બનાવો હવે મોરબીમાં બનવા લાગ્યા છે. ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની સામેની આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલભાઈ મહેતા (ઉંમર 76 વર્ષ) તેમના ઘરે એકલા હતા. તેમના પત્ની તેમજ દીકરો પ્રસંગમાં ગોવા ગયા હતા. દિનેશભાઈ મહેતા ઘરે એકલા હોવાથી તેના આસપાસના લોકોને તેઓનું ધ્યાન રાખવાનું તેમના પરિવારજનોએ કહ્યું હતું. જેથી તેમના પાડોશી દિનેશભાઇના ઘરે ગુરુવારે સાંજે છ-એક વાગ્યાના અરસામાં ગયા હતા. ત્યારે દિનેશભાઈ જમીન પર પડ્યા હતા, અને તેમના માથા અને શરીરના ભાગે ઈજા થઈ હતી. તેમના પાડોશી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ જાણીને તેમની દીકરી દોડીને આવ્યા હતા. તેમની દીકરીએ પિતાની હત્યા પર મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેમાં દિનેશભાઈના પાડોશમાં રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : head clerk paper leak : દર્શન વ્યાસે ઉમેદવારો પાસેથી ઉઘરાવેલા 23 લાખ રૂપિયા મળ્યા
દિનેશભાઈની દીકરી અમદાવાદમા પાલડી પાસે આવેલ આમ્રપલી એપાર્ટમેન્ટમાં રહે છે. મૃતક દિનેશભાઈ મહેતાની દીકરી નિમિશાબેન વિરલભાઇ શાહે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને તેઓના પિતાના ઘરની સામેના ભાગમાં આરાધના સોસાયટીમાં રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યુ કે, તેઓના પિતા ઘરમાં એકલા હતા ત્યારે ચોરી કરવાના ઇરાદે કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ તેના ઘરમાં ગયો હતો. પરંતુ ઘરમાં કોઈ દાગીના રાખેલા ન હતા અને તેના પિતા દિનેશભાઈ તેમને ચોરી કરતાં જોઈ ગયા હતા. જેથી આરોપીએ તેને માથા અને શરીરના ભાગે તિક્ષણ હથિયાર અને બોથડ હથિયારના ત્રણ ઘા મારીને તેમની હત્યા કરી હતી. હાલમાં પોલીસે ફરિયાદીનો ગુનો નોંધીને આરોપી કલ્પને પકડવા માટે ચક્રોગતિમાન ગતિમાન કર્યા છે.
મોરબી જિલ્લામાં જાણે કે હત્યાના બનાવો સામાન્ય બની ગયા છે. અગાઉ જાહેરમાં ફાયરિંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી. તેમજ ઘર પાસે જ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યા કરવામાં આવી હતી. અને હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં વૃદ્ધની તેની જ પાડોશમાં રહેતો શખ્સ ચોરી કરવા માટે ઘરે ગયો હતો.