હિમાંશુ ભટ્ટ/મોરબી: આજકાલ યંગસ્ટર્સ પ્રેમમાં એક ન થવાના કારણે ખોટા રસ્તે જઈને પોતાની જિંદગી ટૂંકાવી નાંખે છે. હાલ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો છે. હળવદ રેલવે સ્ટેશન નજીક યુવક-યુવતીએ ટ્રેન સામે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. જેમાં ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવનારા યુવક-યુવતીનું મોત નીપજયું છે. આ ઘટનાને લઈને હાલમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યાવાહી શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, હળવદ રેલ્વે સ્ટેશન નજીક કચ્છ તરફથી આવતી માલગાડીની અડફેટે પ્રેમીપંખીડાના મોત થયા હતા. આ ઘટનામાં વિશાલભાઈ દિનેશભાઈ પાલાણી (ઉ.વ.20) નામના યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું, જયારે નિકિતા ચંદુભાઈ ઠાકોર (ઉ.વ.18) નામની યુવતીને સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કારગત નીવડે તે પૂર્વ જ યુવતીનું મોત થયું હતું


આ ઘટનાને પગલે હળવદ રેલ્વે પોલીસ અને હળવદ પોલીસ મથકની ટીમે તપાસ કરી હતી. હળવદ રેલ્વે પોલીસ સહિતની ટીમે બનાવની તપાસ ચલાવી છે અને યુવક-યુવતીએ માલગાડી સામે કુદીને આપઘાત કર્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટીએ જાણવા મળ્યું છે. હળવદ રેલ્વે સ્ટેશન નજીક યુવક અને યુવતીએ માલગાડીની ઠોકરે કમકમાટીભર્યું મોત વ્હાલું કર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube