Morbi Election Date 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. તારીખો જાહેર થઈ ચૂકી છે, આચાંર સંહિતા અમલી બની ગઈ છે. પરંતુ રાજ્યમાં બનેલી સૌથી મોટી મોરબી દુર્ઘટનાની યાદ હજી તાજી છે. હવે લોકોના મનમાં સવાલ ઉભો થાય છે કે મોરબીમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે તમને જણાવી દઈએ કે મોરબી જિલ્લામાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં કુલ ત્રણ વિધાનસભા સીટ છે, જેના પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની મોરબી જિલ્લાની વાત કરીએ તો ત્રણેય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જોકે, બાદમાં તમામ એક ધારાસભ્ય રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને ફરીથી ચૂંટણી થઈ તો તેમાં ચૂંટાયા પણ  હતા.


ઉલ્લેખનીય છે કે મોરબીમાં તાજેતરમાં જ ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં 135 લોકોનાં મોત થયા છે. બ્રિજની દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદી પણ મોરબી દોડી ગયા હતા અને પીડિતો સાથે મુલાકાત કરી હતી તેમજ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે પણ ચૂંટણીની તારીખની જાહેરાત કરતા પહેલા મોરબીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


નોંધનીય છે કે, 2017ની ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 9મી ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી અને 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી. 2017ની ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. જોકે, વર્ષ 2012ની ચૂંટણીની સરખામણીમાં 2017માં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં નોંધપાત્ર વધારો થયો હતો. 


આ પણ જુઓ વીડિયો:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube