આશ્કા જાની, અમદાવાદઃ મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. ઝૂલતો પુલ તુટી જવાને કારણે નદીમાં ડૂબી જવાથી 135 લોકોના મોત થયા હતાં. જ્યારે આ ઉપરાંત અનેક લોકોને ઈજા પહોંચી હતી. પુલનું મેઈનટેન્સ કરતી કંપની સામે બેદરકારીના આક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજદારે પોતાની અરજીમાં રજૂઆત કરી છેકે, મોરબી પુલ હોનારતમાં યોગ્ય તપાસ નથી થઈ રહી. પોલીસ દ્વારા તપાસમાં ઢીલાશ રાખવામાં આવી રહી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. કેસની તપાસમાં ઢીલાશ હોવાથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદારે આ કેસની તટસ્થ તપાસ માટે સીબીઆઈ તપાસની માગ કરી છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં આજે અરજદાર અને સરકાર પોતાનો મત કોર્ટમાં રજૂ કરી શકે છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube