મોરબીમાં મોતનો પુલ! બેદરકારી બદલ ગુનો દાખલ, સરકારે કહ્યું દોષિતો સામે થશે કડક કાર્યવાહી
Morbi Bridge Collapse: રવિવારનો દિવસ માત્ર મોરબી જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે દુઃખના સમાચાર લઈને આવ્યો. મોરબીમાં ઈતિહાસ પુલ પર સંખ્યાબંધ લોકો એક સાથે એકત્ર થયા અને અચાનક બ્રિજ તૂટી પડ્યો. બ્રિજ તૂટી પડતા સંખ્યાબંધ લોકો મચ્છુ નદીમાં ડૂબ્યાં. આ ઘટનામાં અત્યાર સુધીમાં 140 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે.
ઝી બ્યૂરો, અમદાવાદ: રવિવારનો દિવસ મોરબીમાં માતમના સમાચાર લઈને આવ્યો. શહેરની શાન ગણાતો ઝૂલતો પુલ અસંખ્ય લોકોની મોતનું કારણ બન્યો. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આ પુલ પર આવ્યા હતા. જોકે, પુલની ક્ષમતા કરતા વધારે લોકો પુલ પર દાખલ થતાં પુલ તૂટી પડ્યો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે, આ પુલની દેખરેખ પ્રાઈવેટ કંપનીને સોંપવામાં આવી હતી. અને પુલ પર ટીકીટ લઈને લોકોએ પ્રવેશ કર્યો હતો. કંપનીની આ ગંભીર બેદરકારીને કારણે આ ઘટના બની છે. જેથી દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાની ગુજરાત સરકારે બાંયેધરી આપી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube