મોરબી: 43 વર્ષ બાદ આજે ફરી મોરબીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 50થી વધુ લોકો આ કરૂણાંતિકામાં મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે, હજું મૃત્યુંઆંક વધી શકે છે. બીજી બાજુ નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. 500થી વધુ લોકો આ દુર્ઘટનામાં નદીમાં પટકાયા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઝૂલતો પુલ તૂટ્યો એ પહેલાંના દૃશ્યોનો એક કથિત વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયોને ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી. 


મોરબીમાં ઝુલતા બ્રિજ પર આજે રવિવારનો તહેવાર હોવાથી અનેક લોકો રજાઓ માણવા અહીં આવ્યા હતા, જેમાં લોકો પુલ પર મોજ-મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. લોકો સેલ્ફી લઈ રહ્યા છે. તેટલું જ નહીં, કેટલાંક યુવાનો પુલને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, પુલ પર મોટા પ્રમાણમાં લોકો જોવા મળી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube